કોરોના અપડેટ:દાહોદ જિલ્લામાં આજે માત્ર 11 નવા કોરોના પોઝિટિવ કેસ આવ્યા, 39 દર્દીઓ સ્વસ્થ થયા

દાહોદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે કોરોનાથી એક પણ મૃત્યુ ન થતા હાશકારો

દાહોદ જિલ્લામાં આજે કોરોનાના 11 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. આજે કોરોનાથી ઐક પણ દર્દીનું મોત નીપજ્યું ન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોથી કોરોનાના સંક્રમણના કેસોમાં ઘટાડો નોંધાતા જિલ્લાવાસીઓએ રાહતનો અનુભવ કર્યા છે.

બીજી લહેરમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો વધુ પ્રભાવિત થયા

દાહોદ જિલ્લામાં આર.ટી.પી.સી.આરના 1557 પૈકી 10 અને રેપીડ ટેસ્ટના 701 પૈકી 01 મળી આજે કોરોનાના 11 પોઝિટિવ કેસો નોંધાયા છે. આ પૈકી દાહોદ અર્બનમાંથી 01, ઝાલોદ ગ્રામ્યમાંથી 03, ફતેપુરામાંથી 03, સીંગવડ, લીમખેડામાંથી 2-2 કેસનો સમાવેશ થાય છે. કોરોનાની બીજી લહેરમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો વધુ પ્રભાવિત થયા હોવાનું કહેવાઈ રહ્યું છે.

જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 7067ને પાર થઈ ગયો

ત્યારે દાહોદ જિલ્લામાં પણ કોરોનાના કેસોમાં ગ્રામીણ વિસ્તારમાંથી આ વખતે વધુ કેસો સામે આવી રહ્યાં હતા. શહેરી વિસ્તારોમાં ખાસ કરીને ગયાં વર્ષ કરતાં આ વર્ષે ઓછુ સંક્રમણ જોવા મળ્યું છે. રાહતના સમાચાર એ છે કે, કોરોનાથી સાજા થતાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આજે એકસાથે 39 લોકો કોરોના સંક્રમણથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં 261 લોકો કોરાનાની સારવાર લઈ રહ્યાં છે. ત્યારે જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 7067ને પાર થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...