કોરોના અપડેટ:દાહોદ જિલ્લામાં આજે નવા 95 કોરોના પોઝિટિવ સામે આવ્યા, 116 દર્દીઓ સ્વસ્થ થયા

દાહોદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે વધુ 4 દર્દીઓ કોરોના સામે જંગ હારી ગયા

દાહોદ જિલ્લામાં આજે કોરોના કેસોના ઘટાડો જોવા મળ્યો છે. આજે 95 કોરોના પોઝિટિવ કેસો નોંધાયાં છે. અને ચાર દર્દીઓના મોત થયાં છે. મૃત્યુઆંકમાં પણ ઘટાડો થયો હોવાની સત્તાવાર માહિતી મળતાં દાહોદ જિલ્લાવાસીઓએ રાહત અનુભવી છે.

દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 6171 ને પાર થઈ ગયો

દાહોદ જિલ્લામાં આર.ટી.પી.સી.આર.ના 1222 પૈકી 59 અને રેપીડ ટેસ્ટના 1095 પૈકી 36 મળી આજે 95 કોરોના પોઝિટિવ કેસો નોંધાયાં છે. આ 95 પૈકી દાહોદ અર્બનમાંથી 12, દાહોદ ગ્રામ્યમાંથી 06, ઝાલોદ અર્બનમાંથી 02, ઝાલોદ ગ્રામ્યમાંથી 06, દેવગઢ બારીયા અર્બનમાંથી 04, દેવગઢ બારીયા ગ્રામ્યમાંથી 14, લીમખેડામાંથી 05, સીંગવડમાંથી 06, ગરબાડામાંથી 10 ધાનપુરમાંથી 10, ફતેપુરામાંથી 15 અને સંજેલીમાંથી 05 કેસ સામે આવ્યો છે.

116 દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

આજે વધુ 04 દર્દીઆએએ કોરોનાથી જીવ ગુમાવતાં કુલ મૃત્યુંઆંક 315 ને પાર થઈ ચુક્યો છે. દાહોદ જિલ્લામાં આજે એકજ દિવસમાં 116 દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ત્યારે બીજી તરફ 762 કોરોના પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 6171 ને પાર થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...