કોરોના અપડેટ:દાહોદ જિલ્લામાં આજે નવા 16 કેસ સામે 48 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યા

દાહોદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં આજે કોરોનાના કારણે એક દર્દીનું મોત

દાહોદ જિલ્લામાં આજે કોરોનાના 16 પોઝીટીવ કેસો નોંધાયાં છે. આજે કોરોનાથી એક દર્દીનું મોત નીપજ્યું હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોથી કોરોનાના સંક્રમણના કેસોમાં ઘટાડો નોંધાતાં જિલ્લાવાસીઓએ રાહતનો અનુભવ કર્યો છે.

દાહોદ જિલ્લામા આર.ટી.પી.સી.આર. ના 2119 પૈકી 06 અને રેપીટ ટેસ્ટના 785 પૈકી 10 મળી આજે કોરોનાના 16પોઝીટીવ કેસો નોંધાયાં છે. આ પૈકી દાહોદ અર્બનમાંથી 01, દાહોદ ગ્રામ્યમાંથી 06, ઝાલોદ અર્બનમાંથી 01, ઝાલોદ ગ્રામ્યમાંથી 05, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી 01, ગરબાડામાંથી 01 અને ફતેપુરામાંથી 01 કેસનો સમાવેશ થાય છે.

કોરોનાની બીજી લહેરમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારો વધુ પ્રભાવિત થયો હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ કોરોનાના કેસોમાં ગ્રામીણ વિસ્તારમાંથી આ વખતે વધુ કેસો સામે આવી રહ્યાં હતા. શહેરી વિસ્તારોમાં ખાસ કરીને ગયાં વર્ષ કરતાં આ વર્ષે ઓછુ સંક્રમણ જાેવા મળ્યું છે.

આજે વધુ 01 દર્દીનું કોરોનાથી મોતને પગલે દાહોદ જિલ્લામાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 335ને પાર થઈ ગયો છે. રાહતના સમાચાર એ છે કે, કોરોનાથી સાજા થતાં દર્દીઓની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે. આજે એકસાથે 48 લોકો કોરોના સંક્રમણથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં 315 લોકો કોરાનાની સારવાર લઈ રહ્યાં છે ત્યારે જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 7039ને પાર થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...