તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:દાહોદ જિલ્લામાં આજે 75 નવા કેસ સામે 108 દર્દી સાજા થયા, 3 દર્દીના મોત

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લામાં આજે કોરોના કેસોના ઘટાડો જોવા મળ્યો છે. આજે 75 કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે અને 03 દર્દીઓના મોત થયાં છે. મૃત્યુઆંકમાં પણ ઘટાડો થયો હોવાની સત્તાવાર માહિતી મળતાં દાહોદ જિલ્લાવાસીઓએ રાહત અનુભવી છે પરંતુ કોરોના સંક્રમણના કેસો ઘટવાનું મુખ્ય કારણ ટેસ્ટીંગ ઓછા કરી દેવાના કારણે કોરોના સંક્રમણના કેસો ઓછા નોંધાયા હોવાની ચર્ચા છે.

દાહોદ જિલ્લામા આર.ટી.પી.સી.આર.ના 1312 પૈકી 54 અને રેપીડ ટેસ્ટના 505 પૈકી 21 મળી આજે 75 કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આ 75 પૈકી દાહોદ અર્બનમાંથી 09, દાહોદ ગ્રામ્યમાંથી 04 ઝાલોદ અર્બનમાંથી 01 ઝાલોદ ગ્રામ્યમાંથી 04, દેવગઢ બારીઆ અર્બનમાંથી 03, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી 11, લીમખેડામાંથી 03 સીંગવડમાંથી 02, ગરબાડામાંથી 09 ધાનપુરમાંથી 06, ફતેપુરામાંથી 18 અને સંજેલીમાંથી 01 કેસ સામે આવ્યો છે. આજે વધુ 03 દર્દીઆએએ કોરોનાથી જીવ ગુમાવતાં કુલ મૃત્યુંઆંક 306ને પાર થઈ ચુંક્યો છે. દાહોદ જિલ્લામાં આજે એકજ દિવસમાં 108 દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી ત્યારે બીજી તરફ 829 કોરોના પોઝીટીવ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 5997ને પાર થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...