તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરો ત્રાટક્યા:દાહોદ જિલ્લામાં તસ્કરોએ એક મકાન અને એક શાળાને નિશાન બનાવી હાથ ફેરો કર્યો

દાહોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લીલવાઠાકોર ગામમાં મકાનનું તાળુ તોડી રૂ.81,000 ના મુદ્દામાલની ચોરી થઇ મોટી ખરજની પ્રાથમિક શાળામાંથી રજીસ્ટ્રર અને પાણીની ટાંકી પણ લઈ ગયા

ઝાલોદ તાલુકાના લીલવાઠાકોર ગામે એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ. તિજોરીમાંથી રોકડા રૂપીયા તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.81,000 નો હાથફેરો કરી તસ્કરો નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. દાહોદ તાલુકાના મોટી ખરજમાં પણ પ્રાથમિક શાળામાં તસ્કરોએ હાથ ફેરો કરી 5000 રૂપિયાનો મુદ્દામાલ ચોરી જતા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

તિજોરીમાંથી રોકડા રૂપીયા 50,000 તથા સોના-ચાંદીના દાગીના ચોરાયા

હાલ લીલવાઠાકોર ગામે રહેતાં અને મુળ ખેડા જિલ્લાના મહેમદાવાદના નીરવકુમાર વિરસીંગભાઈ ભાભોરના લીલવાઠાકોર ગામે આવેલા બંધ મકાનમાં તસ્કરોએ રાતના મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી મકાનમાં પ્રવેશ કર્યા હતો. જેમાં તિજોરીમાંથી રોકડા રૂપીયા 50,000 સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ.81,0000ની મતા ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે નીરવકુમાર વિરસીંગભાઈ ભાભોરે ગતરોજ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાથમીક શાળામાં અજાણ્યા ચોર ઈસમોએ રૂ.50,00નો મુદ્દામાલ ચોર્યો

તેવી જ રીતે મોટીખરજ ગામે આવેલા તળાવ ફળિયા પ્રાથમીક શાળામાં અજાણ્યા ચોર ઈસમોએ શાળાના મુખ્ય દરવાજાનું તાળુ તોડી રૂમમાં પ્રવેશ કર્યા હતો. જેમાં અંદર મુકી રાખેલા વિદ્યાર્થીઓનું પરિણામ પત્રક, ઓડીટ જી.આર.રજીસ્ટ્રર, હાજરી પત્રક, એલ.સી.બુક, પાણીના નળ, પાણીના બારે વાલ્વ, સબ મર્સિબલ મોટર, પાણીની ટાંકી વિગેરે મળી કુલ રૂ.50,00ની મતાનો હાથફેરો કરી તસ્કરો નાસી જતાં આ સંબંધે અબ્બાસભાઈ અલીમદભાઈ વરાલીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...