આશ્ચર્ય સાથે નિરાશા:​​​​​​​આદિવાસીઓની ઓછી વસ્તી ધરાવતા પાડોશી જિલ્લાઓને પ્રતિનિધિત્વ આપી દાહોદ જિલ્લાની બાદબાકી

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નો રિપીટમાં બચુભાઇનું પત્તુ કાપ્યુ પરંતુ બાકી બે યુવાન ધારાસભ્યોમાંથી એકેયનો સમાવેશ ન કરાયુ આ વખતે કેન્દ્ર સરકારમાં પણ દાહોદને સ્થાન આપવામાં આવ્યુ નથી.

દાહોદ જિલ્લાના એક પણ ધારાસભ્યનો નવા મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.જેથી સ્વાભાવિક રીતે જ કાર્યકરોમાં નિરાશા વ્યાપેલી છે.કારણ કે બંન્ને પાડોશી જિલ્લાને પ્રતિનિધિત્વ મળ્યુ છે પરંતુ દાહોદ જિલ્લામાં ત્રણ ધારાસભ્યો હોવા છતાં સ્થાન ન મળતાં ઘણાં પ્રશ્નાર્થો સર્જાયા છે.

દાહોદ જિલ્લામાં વિધાનસભાની કુલ 6 બેઠકો છે અને તેમાંથી પાંચ બેઠકો આદિજાતિ માટે અનામત છે.જ્યારે દેવગઢ બારીયા એક માત્ર સામાન્ય બેઠક છે.જિલ્લામાં દેવગઢ બારીયા, ફતેપુરા અને લીમખેડા બેઠક પર ભાજપાના ધારાસભ્યો ચુંટાયેલા છે.વર્ષ 2014માં આનંદીબેન પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે દેવગઢ બારીયાના ધારાસભ્ય બચુભાઇ ખાબડને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા હતા.ત્યાર બાદ રુપાણી સરકારમાં પણ તેઓ મંત્રી પદે હતા.તેવા સમયે આખે આખી રુપાણી સરકારનું રાજીનામુ લેવાતા બચુભાઇ ખાબડે પણ રાજીનામું આપી દેવુ પડ્યુ હતુ.ત્યારે હાઇ કમાન્ડે નો રીપીટની થીયરી અપનાવતાં તેમનુ પત્તુ પણ આપો આપ જ કપાઇ ગયુ છે.તેઓ વર્ષ 2002-07 અને ત્યાર બાદ 2012થી હાલ સુધી ધારાસભ્ય છે.આમ તેઓની આ ત્રીજી ટર્મ છે.જો કે જૂના એકેય મંત્રીને ફરીથી પદ ન આપાતાં બચુભાઇ પણ હવે સામાન્ય ધારાસભ્ય જ રહી ગયા છે.

દાહોદ જિલ્લના પાંચ વિધાનસભા વિસ્તારોમાં આદિજાતિઓનું પ્રભુત્વ છે
દાહોદ જિલ્લના પાંચ વિધાનસભા વિસ્તારોમાં આદિજાતિઓનું પ્રભુત્વ છે

જો કે જિલ્લામાં ફતેપુરા બેઠક પરથી રમેશ કટારા બીજી વખત ચુંટાયેલા યુવાન ધારાસભ્ય છે પરંતુ તેઓને પણ મંત્રી મંડળમાં સ્થાન મળ્યુ નથી.લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર પ્રથમ વખત જ ચુંયાટેલા અને તેઓ પણ યુવાન છે છતાં તેમનો પણ સમાવેશ ન કરાતાં જિલ્લાને મંત્રી મંડળમાં કોઇ પણ પ્રકારનુ પ્રતિનિધિત્વ અપાયુ નથી. જેને કારણે જિલ્લાના મતદારો અને ભારતીય જનતા પક્ષના કાર્યકરોમાં નિરાશા સાથે આશ્ચર્ય પણ ફેલાયુ છે. કારણ કે પાડોશી જિલ્લા મહીસાગર અને પંચમહાલ એમ બંન્ને જિલ્લાને મંત્રી મંડળમાં સ્થાન અપાયુ છે.જેમાં સંતરામપુરના ધારાસભ્ય કુબેરભાઇ ડિંડોર અને મોરવા હડફના ધારાસભ્ય મનિષાબેન સુથારનો સમાવેશ થાય છે.બંન્ને આદિવાસી ધારાસભ્યો છે પરંતુ આ બંન્ને જિલ્લા કરતાં દાહોદ જિલ્લામાં આદિવાસીઓની વસ્તી વધારે હોવા છતાં જિલ્લામાંથી એક પણ ધારાસભ્યને મંત્રીપદુ મળ્યુ નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરને પણ કેન્દ્રીય મંત્રી મંડળમાં આદિજાતિ રાજ્ય મંત્રી બનાવાયા હતા પરંતુ 2019 માં બીજી વખત ચુંટાયા પછી તેમને કંન્દ્રીય મંત્રી મ્ંડળમાં સમાવાયા નથી.થોડા સમય પહેલા કેન્દ્રીય કેબીનેટના વિસ્તરણ વખતે પણ તેઓનો સમાવેશ કરાયો નથી.

અન્ય સમાચારો પણ છે...