તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૂરસૂરિયુ:દાહોદ જિલ્લામાં  20 ટકા શિક્ષકો જ હાજર રહેતાં શિક્ષક સજ્જતા કસોટીમાં તંત્ર નાપાસ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 11 હજારમાંથી માત્ર 2049 શિક્ષકોએ જ પરીક્ષા આપતાં તંત્ર દ્રારા આંકડા જાહેર કરવામાં પણ ઠાગાઠૈયા કોઇક ફુટી જતાં તાલુકાવાર હાજર ગેરહાજર શિક્ષકોનુ કોષ્ટક ફરતુ થઇ જતાં જવાબદારોનું નીચાજોણું થયુ

દાહોદ જિલ્લામાં 11 હજાર કરતાં વધુ શિક્ષકો સરકારી પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ફરજ બજાવે છે. આજે આ તમામ શિતક્ષકોની ગુણવત્તાની ચકાસણી કરવા માટે શિક્ષક સજ્જતા પરીક્ષા આપવાની હતી પરંતુ જિલ્લામાં કુલ પૈકી 20 ટકા કરતાં ઓછા શિક્ષકો પરીક્ષામાં બેસતાં જિલ્લામાં સમગ્ર આયોજનનો ફિયાસ્કો થયો છે.ત્યારે આ મામલે આંકડાકીય માહિતી આપવામાં પણ ઠાગા ઠૈયા કરવામાં આવતાં ઘણાં પ્રશ્નાર્થો સર્જાયા છે.

રાજ્ય સરકાર દ્રારા પ્રાથમિક શિક્ષકો માટે શિક્ષક સજ્જતા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.તે પ્રમાણે દરેક જિલ્લામાં તારીખ 24 ઓગસ્ટના રોજ બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8ના શિક્ષકો માટે જુદા જુદા પ્રશ્નપત્રો આપવામાં આવ્યા હતા. આ પરીક્ષા મામલે શિક્ષકો માં તેમજ શિક્ષક સંઘોમાં વિરોધાભાસ પ્રવર્તિ રહ્યો હતો.ત્યારે આજે તેનુ પરિણામ સ્પષ્ટ જોવા મળ્યુ હતુ. બીજી તરફ કેટલાક શિક્ષકો આ પરીક્ષા મરજીયાત હોવાનો તર્ક પણ રજૂ કરતાં હતા.

પ્રાથમિક શિક્ષકોની ઘણી માંગણીઓ મામલે રાજ્ય સરકાર લાંબા સમયથી સકારાત્મક વલણ અપનાવતી ન હોવાથી નારાજગી વ્યાપેલી છે.શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી સુપ્રત કરવામાં આવે છે અને તેમાંયે કોરોના કાળમાં પણ શિક્ષકોએ સોંપોલી જવાબદારી નિભાવી હતી.તેમ છતાં શિક્ષકોની માંગણીઓ ન સંતોષાતા તેના પણ ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે.ત્યારે આજે દાહોદ જિલ્લામાં શિક્ષક સજ્જતા પરીક્ષામાં કંગાળ સ્થિતિ જોવા મળી હતી.

20 ટકા કરતા ઓછા શિક્ષકોએ પરીક્ષા આપી
20 ટકા કરતા ઓછા શિક્ષકોએ પરીક્ષા આપી

દાહોદ જિલ્લામા 11 હજાર કરતાં શિક્ષકો ફરજ બજાવે છે. ત્યારે તેમાંથી માત્ર 20 ટકા શિક્ષકોએ પરીક્ષામાં ભાગ લીધો હતો.ઇન.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખે જણાવ્યુ હતુ કે, શિક્ષકોની હાજરી મામલે રાજ્ય કક્ષાએથી લઇને આંકડા આપવા પડે તેમ છે પરંતુ 20 ટકા શિક્ષકોએ પરીક્ષા આપી છે.બીજી તરફ તાલુકાવાર શિક્ષકોની હાજરી અને ગેરહાજરીનુ તાલુકાવાર કોષ્ટક ફરતુ થઇ ગયુ હતુ પરંતુ તેને આૈપચારિક રીતે સમર્થન ન મળવા છતાં તે આંકડા સદંતર ખોટા છે તે પણ કોઇ કહેવાની હિંમત કરતુ ન હતુ તે પણ એટલી જ સત્ય વાત છે.

અન્ય સમાચારો પણ છે...