ચૂંટણીની ચહલ પહલ:દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જિલ્લા મેજીસ્ટ્રેટે મહત્વનાં આદેશો બહાર પાડ્યા

દાહોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા વાહનની પરવાનગી સંબધિત ચૂંટણી અધિકારી પાસેથી લેવાની રહેશે વાહનની નોંધણી સિવાયના તેનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કરી શકાશે નહી

દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં યોજાય તેમજ ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ચૂંટણી પ્રચારના ખર્ચ યોગ્ય રીતે જાહેર થાય તે માટે કેટલાંક મહત્વાનાં આદેશો જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. હર્ષિત ગોસાવીએ કર્યા છે. જે મુજબ પ્રચાર માટે ઉપયોગમાં લેવાતા વાહનની પરવાનગી સંબધિત ચૂંટણી અધિકારી પાસેથી લેવાની રહેશે. તેમજ પરમીટ વાહનની વિન્ડ સ્ક્રિન પર યોગ્ય રીતે દેખાય તે રીતે ચોટાડવાનું રહેશે. વાહનની નોંધણી સિવાયના તેનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કરી શકાશે નહી. વપરાશમાં લેવાયેલા વાહનનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરવાનો રહેશે.

જાહેરનામા મુજબ, કોઇ પણ વ્યક્તિ, સંસ્થા, ચૂંટણીનો ઉમેદવાર અથવા તો તેઓની સહમતીથી કોઇ પણ વ્યક્તિ દ્વારા કોઇ પણ ઉમેદવારના ચૂંટણીના કામે વાહનોનો સબંધિત ગ્રામ પંચાયત મતદાર વિભાગમાં કે સમગ્ર તાલુકા કે દાહોદ જિલ્લામાં ઉપયોગ કરવામાં આવે તેવા તમામ વાહનોની સબંધિત ગ્રામ પંચાયત મતદાર વિભાગના ચૂંટણી અધિકારી પાસે નોંધણી કરાવવાની રહેશે અને નોંધણી કરાવેલા વાહનની પરમીટ તેઓની પાસેથી મેળવી તે વાહનોની વિન્ડ સ્ક્રિન ઉપર અથવા નાના વાહનમાં પણ સહેલાઇથી દેખાઇ આવે તે રીતે ચોંટાડવાની રહેશે.

આ પરમીટમાં વાહન ગ્રામ પંચાયત મતદાર વિભાગના કયા વિસ્તારમાં કે સમગ્ર તાલુકા કે દાહોદ જિલ્લામાં ઉપયોગમાં લેવા માટે નોંધણી કરાવવામાં આવી છે તેની સ્પષ્ટ વિગતો દર્શાવવાની રહેશે. વપરાશમાં લેવાયેલા વાહનનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ઉમેરવાનો રહેશે.

ચૂંટણી અધિકારી પાસે વાહનની નોંધણી કરાવ્યા સિવાય અને પરમીટ મેળવ્યા સિવાય કોઇ પણ વાહનનો ઉપયોગ ચૂંટણી પ્રચાર માટે કે ચૂંટણીના કામે કરી શકાશે નહી. આ નિયંત્રણો યાંત્રિક શક્તિથી કે અન્ય કોઇ રીતે ચાલતા તમામ વાહનોને લાગુ પડશે.

આ વાહનોમાં મીની બસ, સ્ટેશન વેગન, ટેક્સી, ખાનગી કાર, ટ્રક કે ટ્રેલર કે તે વિનાનું ટ્રેક્ટર, ઓટોરીક્ષા, સ્કુટર, મોટરસાઇકલ વગેરેનો સમાવેશ થાય છે. આ હુકમનો ભંગ કરનાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...