તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વંચિતોની વ્હારે:દાહોદ જિલ્લામાં શેરી શિક્ષણ અને ટી.વીના માધ્યમથી વિધાર્થીઓને આપવામાં આવી રહ્યું છે શિક્ષણ

દાહોદ3 મહિનો પહેલા
  • ગરીબ આદિવાસી બાળકો મોબાઈલના અભાવે શિક્ષણથી વંચિત ન રહે તેવા હેતુથી આયોજન 5000 શેરી શાળાઓ કાર્યરત શેરી શિક્ષકોને રોલો-પ બોર્ડ આપવા 80 હજારનુ ભંડોળ એકત્ર કર્યુ

કોરોના મહામારીમાં છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ આપી શકાતું નથી. જિલ્લામાં અંતરીયાળ વિસ્તાર અને સામાજિક આર્થિક પરિસ્થિતિને જોતા ઓનલાઈન શિક્ષણની અવેજ માં જિલ્લાના શિક્ષકોએ શેરી શિક્ષણ અને ટી.વી શિક્ષણના માધ્યમથી બાળકોને શિક્ષણ આપવાનું બીડું ઝડપ્યું છે.

શૈક્ષણિક સત્ર 2021 22 માટે દાહોદ જિલ્લામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી મયુર પારેખના માર્ગદર્શન હેઠળ ટીમ બી.આરસી અને સી.આર.સી ના માધ્યમથી જિલ્લાના બાળકો માટે દરેક શાળા અને શેરીએ શેરીએ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવી રહેલ છે.જિલ્લાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને સારી રીતે શિક્ષણ મળી રહે તે માટે શિક્ષકો દ્વારા ટી.વી ના માધ્યમથી શિક્ષણ આપવા માટે સ્વ ખર્ચે ટી.વી ગોઠવામાં આવ્યા છે.

દાહોદ તાલુકા અને જિલ્લામાં આવા 300 થી વધુ ટી.વી સેટ કાર્યરત કરવામાં આવ્યા છે વળી આવનાર સમયમાં હજુ દરેક શાળાઓ ટી.વી સેટ કાર્યરત કરીને બાળકોના શિક્ષણ માટે સુવિધા ઉભી કરવામાં આવનાર છે. દાહોદ જિલ્લામાં આજે લગભગ 5000 જેટલી જુદી જુદી શેરીઓ અને ફળિયામાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.

શેરી શિક્ષણ માટે ખાસ કાર્યક્રમ અંતર્ગત દાહોદ તાલુકા બી.આર.સી કો ઓ કિરીટભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ સી.આર.સી કો ઓ દ્વારા 80 હજાર રૂપિયાનું ભંડોળ ભેગું કરીને દરેક શેરીમાં જતા શિક્ષકોને રો-લોપ બોર્ડ આપીને શેરી શિક્ષણમાં જતા શિક્ષકોને પ્રોત્સાહિત કરવામાં આવેલ છે.વળી ટી.વી શિક્ષણ માટેના અસરકારક અમલ માટે દરેક શાળામાં નોડલ શિક્ષક ની નિમણૂક કરી ઓનલાઈન તાલીમ આપી ને વધુ સારી રીતે કાર્ય થાય એ માટે માર્ગદર્શિત કરવાનું આયોજન કરી શ્રેષ્ઠ પ્રયાસો આદર્યા છે.

અન્ય સમાચારો પણ છે...