તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આશ્વાસન:દાહોદ જિલ્લામા કોરોના કાળમા માતા પિતાનુ છત્ર ગુમાવનાર 22 બાળકોની સહાય મંજૂર કરવામા આવી

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12 પરિવારના 22 બાળકોને 18વર્ષની ઉંમર થશે ત્યાં સુધી 4000 રુ મળશે :નરેન્દ્ર સોની કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવનાર 22 બાળકોને મહિને 4000 રૂપિયા સરકાર સહાય

કોવિડ કાળ એ સમગ્ર વિશ્વમાં કાળો કેર વર્તાવ્યો છે.ઘણાં બધાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.બાળકો એ પોતાના માતા -પિતા ગુમાવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ માતા-પિતા ગુમાવનાર બાળકોની વ્હારે આવી , મુખ્યમંત્રી બાળ સેવા યોજનાની જાહેરાત કરી. દાહોદ સંવેદનશીલ બાળ કલ્યાણ સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ એ.સોની દ્વારા તે અંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શાંતિલાલ કે.તાવીયાડ સાથે ચર્ચા કરોને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા સમગ્ર જિલ્લામાં સર્વેની કામગીરી વિવિધ માધ્યમ દ્વારા કરવામાં આવી હતી.

હાલ સુધીમાં થયેલ સર્વે દરમ્યાન કુલ 12 પરિવારોના 22 બાળકો અનાથ થઈ ગયેલ છે. જે બાબતનું સંજ્ઞાન લઈ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી આર.પી.ખાટાના અધ્યક્ષ સ્થાને સ્પોન્સરશીપ એન્ડ ફોસ્ટર કેર અપ્રુવલ કમિટીમા આજ રોજ સહાય મંજુર કરવામાં આવી છે. આ મીટિંગમાં , cwc દાહોદ જિલ્લા બાલ કલ્યાણ સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ સોની , જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શાંતિલાલ કે.તાવીયાડ, લીગલ કમ પ્રોબેશન ઓફિસર એ.જી. કુરેશી, અધિક્ષક આર.આર.પ્રજાપતિ હાજર રહી દરેક બાળકને મહિને 4000 રૂપિયાની સહાય મંજુર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...