ડેન્ગ્યુનો કહેર:દાહોદ જિલ્લામાં દોઢ મહિનામાં 250 કેસ નોંધાયા, 106 કેસ એકલા દાહોદ શહેરમાં જ નોંધાયા

દાહોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોગ્ય વિભાગ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામીગીરી હાથ ધરવામા આવી

દાહોદ શહેર સહિત જિલ્લામાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગોએ માથું ઉચક્યું છે. ત્યારે દાહોદ શહેર અને તાલુકામા ડેન્ગ્યુના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. દાહોદની હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે જ્યાં જુઓ ત્યાં ડેન્ગ્યુના કેસો જોવા મળી રહ્યાં છે. ત્યારે આરોગ્ય તંત્ર જાગી આરોગ્યલક્ષી કામગીરી કરે તે અત્યંત આવશ્યક બન્યું છે.

વર્ષાઋતુ લગભગ હવે વિદાય લઈ રહી છે, પરંતુ બેવડી ઋતુના કારણે હાલ દાહોદ શહેર સહિત જિલ્લામાં ડેન્ગ્યું, ચિકન ગુનિયા જેવા રોગોએ કેટલાક વિસ્તારોમા ભરડો લીધો છે. જાણવા મળ્યાં અનુસાર, દાહોદ તાલુકામાં અત્યાર સુધીમા ડેન્ગ્યુના 250 કેસો છે અને તેમાંય દાહોદ શહેરના 106 કેસોનો સમાવેશ થયા છે.

દાહોદ શહેરમા પુરબીયા વાડ,વણઝાર વાડ તેમજ કસ્બા વિસ્તારમા મહત્તમ દર્દીઓ નોંધાયા હતા.ગ્રામ્યમા બોરડી તરફ ડેન્ગ્યુનો ભોગ લોકો બની રહ્યા છે. સરકારી હોસ્પિટલોથી લઈ ખાનગી હોસ્પિટલો દર્દીઓની ભરમારથી હાઉસફુલ થઈ ગઈ છે અને તેમાંય મોટાભાગના કેસો ડેન્ગ્યુના દર્દીઓ જોવા મળી રહ્યાં છે.કેટલાક વિસ્તારોમા ચિકનગુનિયાએ પણ પગ પેસારો કરેલો છે.આરોગ્ય વિભાગ દ્વારા ફોગીંગ કરવામા આવી રહ્યું છે, તેમજ જે તે વિસ્તારોમા ડેન્ગ્યુના પોરા પણ શોધીને તેનો નાશ કરવાની કામગીરી કરવામા આવી રહી છે.તેમ તાલુકા હેલ્થ ઓફિસર ડો ભગીરથ બામણીયાએ જણાવ્યું છે.

દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્રારા 31,000 થી વધુ ઘરોનો સરવે કરાયો હતો.જેમાં 909 કર્મચારીઓની ટોમો કામે લાગી હતી.જેમાં 1512 જેટલા લોકો બીમાર મળ્યા હતા અને આ તપાસ દરમિયાન જ 284 જેટલા ઘરોંમાંથી ડેન્ગ્યુના મચ્છરો મળી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...