તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:દાહોદ જિલ્લામાં કોરોના કેસમાં ઘટાડો યથાવત, આજે નવા 6 કેસ સામે 18 દર્દી સ્વસ્થ થયા

દાહોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 100ની અંદર પહોંચી

દાહોદ જિલ્લામાં આજે વધુ 06 કોરોના કેસો નોંધાયાં છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાના ઘટતાં કેસોને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા તારીખ 4 મેના રોજથી રોજગાર, ધંધા ચાલુ રાખવાનો સમય સવારે 9 થી સાંજના 6 વાગ્યા સુધીનો કરી દેતાં વેપારી વર્ગમાં પણ આનંદની લાગણી વ્યાપી ગઈ છે પરંતુ વેપાર, ધંધામાં પણ ફરજીયાત માસ્ક, સેનેટરાઈઝર અને સોશીયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે તેમ પણ જણાવાયું છે.

દાહોદ જિલ્લામા આજે આર.ટી.પી.સી.આર.ના 2218 પૈકી 02 અને રેપીડ ટેસ્ટના 749 પૈકી 04 મળી આજે કુલ 06 કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આ પૈકી દાહોદ અર્બનમાંથી 03, ઝાલોદ અર્બનમાંથી 01અને ઝાલોદ ગ્રામ્યમાંથી 01 કેસનો સમાવેશ થાય છે. આજે પણ કોરોનાથી એકપણ દર્દીનું મોત ન થતાં જિલ્લાવાસીઓએ રાહત અનુભવી છે.

બીજી તરફ કોરોનાથી સાજા થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આજે એકસાથે 18 દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ઘટતા કોરોના સંક્રમણના કેસો અને સાજા થતાં દર્દીઓની સંખ્યામાં વધારો થતાં એક્ટીવ કેસોની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લામાં અત્યાર સુધી 92 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યાં છે.

દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 7098ને પાર થઈ ગયો છે. દાહોદ જિલ્લામાં પણ આવતીકાલથી વેપાર, ધંધાનો સમય સવારે 9 થી સાંજના 6 વાગ્યાનો કરાયો છે .ત્યારે લાંબા સમયથી વેપાર ધંધા પર જાેવાતી અસરો મહંદઅંશે ફરી બજારો ધમધમશે તેમ લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...