તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:દાહોદ જિલ્લામા કોરોનાના આજે નવા 119 કેસ નોંધાયા, નવ દર્દીઓના મોત

દાહોદ5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં આજે 107 દર્દીઓ સ્વસ્થ થતાં રજા આપવામા આવી

દાહોદ જિલ્લામાં આજે વધુ 119 કોરોના પોઝિટિવ કેસ નોંધાયાં છે. જ્યારે આજે વધુ નવ દર્દીઓએ કોરોનાથી પોતાના જીવ ગુમાવતાં કુલ મૃત્યુઆંક 272ને પાર થઈ ચુક્યો છે. વધતાં કોરોના કેસને પગલે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યું છે અને સંક્રમણ અટકાવવા આવશ્યક પગલાં ભરી રહ્યું છે.

આજે RT-PCRના 1034 પૈકી 77 અને રેપીડ ટેસ્ટના 1444 પૈકી 42 મળી આજે કુલ 119 કોરોના પોઝિટિવ કેસ નોંધાયાં છે. આ 119 પૈકી દાહોદ અર્બનમાંથી 18, દાહોદ ગ્રામ્યમાંથી નવ, ઝાલોદ અર્બનમાંથી ત્રણ, ઝાલોદ ગ્રામ્યમાંથી 12 દેવગઢ બારીઆ અર્બનમાંથી છ, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી 15, લીમખેડામાંથી છ, સીંગવડમાંથી છ ગરબાડામાંથી 19, ધાનપુરમાંથી 11, ફતેપુરામાંથી 11 અને સંજેલીમાંથી ત્રણ કેસ નોંધાયાં છે.

દાહોદ જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક વધવા માંડ્યો છે. દરરોજ કોરોનાથી દર્દીઓ મૃત્યુ પામી રહ્યાં છે. આ ચિંતાનો વિષય છે. આજે વધુ નવ દર્દીઓએ કોરોનાથી પોતાની જીવ ગુમાવ્યો હતો. વધતાં કેસની સામે રાહતના પણ સમાચાર મળી રહ્યાં છે. આજે એકસાથે 107 દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ત્યારે એક્ટીવ કેસની સંખ્યા વધીને 951ને પાર થઈ ચૂકી છે. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો પાંચ હજાર 447 પર પહોંચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો