તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:દાહોદ જિલ્લામાં આજે નવા 85 કેસ સામે 107 દર્દી સ્વસ્થ થયા

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે વધુ 2 દર્દી કોરોના સામેનો જંગ હાર્યા

દાહોદ જિલ્લામાં આજે 85 કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આજે વધુ 2 દર્દીઓના કોરોનાથી મોત નીપજતાં જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 322 ને પાર વટાવી ગયો છે. દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણ ન ફેલાય તેની તકેદારીને ધ્યાનમાં લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાત્રી કફ્ર્યું સહિતનું જાહેરનામું પણ લંબાવવામાં આવ્યું છે.

દાહોદ જિલલામા આર.ટી.પી.સી.આર.ના 1694 પૈકી 52 અને રેપીટ ટેસ્ટના 1092 પૈકી 33 મળી આજે કુલ 85 કોરોના પોઝીટીવ કેસો નોંધાયાં છે. આ 85 પૈકી દાહોદ અર્બનમાંથી 13 , દાહોદ ગ્રામ્મમાંથી 10, ઝાલોદ અર્બનમાંથી 03,ઝાલોદ ગ્રામ્યમાંથી 09, દેવગઢ બારીઆ અર્બનમાંથી 02 દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી 06, લીમખેડામાંથી 08 સીંગવડમાંથી 02 , ગરબાડામાંથી 10 ધાનપુરમાંથી 02, ફતેપુરામાંથી અને સંજેલીમાંથી 09 કેસ સામે આવ્યાં છે.

આજે વધુ 107 દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી ત્યારે બીજી તરફ એક્ટીવ કેસની સંખ્યામાં પણ ઘટાડો જાેવા મળ્યો છે. એક્ટીવ કેસની સંખ્યા 689 રહેવા પામી છે. દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 6426ને પાર થઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...