નીવેદન:કૃત્રિમ તળાવમાં વિસર્જનથી શ્રીજીની ગરિમા જળવાતી નથી : ન.પા. પ્રમુખ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર એક પણ કૃત્રિમ તળાવ નહીં બનાવે ,વિસર્જન મામલે મહત્તમ ગણેશ મંડળો વિમાસણમાં

ગોધરામાં બુધવારે હર્ષોઉલ્લાસ સાથે શ્રીજી વિસર્જન કરવામાં આવ્યુ હતું. તંત્ર દ્વારા વિસર્જન માટે કૃત્રિમ તળાવની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ દાહોદ શહેરમાં તંત્ર દ્વારા આ વખતે કોઇ કૃત્રિમ કુંડ નહીં બનાવાય તેવું જાણવા મળ્યું છે. છાબ તળાવમાં મૂર્તિ વિસર્જન ઉપર પ્રતિબંધ છે ત્યારે ગણેશ મંડળો ગ્રામ્ય વિસ્તારના તળાવોના આશરે જોવા મળી રહ્યા છે.પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ શહેરમાં 40થી વધુ મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરીને ભાવ સાથે આતિથ્ય કરાઇ રહ્યું છે. ઉંચાઇ નિર્ધારીત કરાઇ હોવાથી મંડળો દ્વારા ચાર ફુટથી વધુ ઉંચાઇની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યુ નથી.

ઘણા સ્થળે POPની પ્રતિમા સ્થાપિત કરાઇ છે. મંડળોને પોતાના વિસ્તારમાં જ કુંડ બનાવી પ્રતિમાનું વિસર્જન કરવાનું જણાવાયુ છે. જોકે, આ ગાઇડ લાઇન આખા રાજયમાં હોવા છતાં સંખ્યાબંધ સ્થળે તંત્ર દ્વારા કૃત્રિમ તળાવ બનાવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે. ગોધરામાં પણ સાત કૃત્રિમ તળાવ બનાવાયા હતા પરંતુ દાહોદ શહેરમાં તંત્ર દ્વારા એક પણ કૃત્રિમ તળાવ આ વખતે બનાવવામાં નહીં આવે.

બીજી તરફ મહત્તમ મંડળો દ્વારા વિસ્તારમાં જ કૃત્રિમ કુંડ તૈયાર કરવા મામલે વિમાસણ જોવા મળી રહી છે. મહત્તમ મંડળો આ વખતે ગ્રામ્ય વિસ્તારના તળાવમાં પ્રતિમા વિસર્જન માટેનું વિચારી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, વિસર્જન યાત્રામાં 15 વ્યક્તિની છુટ અપાઇ હોવાથી કોઇ સમસ્યા સર્જાય તેવું જોવાતુ નથી.

જેટલી આસ્થાથી ગણપતિ મૂર્તિનું સ્થાપન કરીએ છે એટલી જ આસ્થાથી વિસર્જન થવું જોઇએ
જેટલી આસ્થાથી ગણપતિ મુર્તિનુ સ્થાપન કરીએ છે એટલી જ આસ્થાથી વિસર્જન થવુ જોઇએ. કૃત્રિમ તળાવ એટલે ખાડો ખોદીને વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે. જેમાં ભગવાનની આસ્થા અને ગરિમા નથી જ જળવાતી. માટે હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એક પણ કૃત્રિમ તળાવની વ્યવસ્થા થઇ શકસે નહિ. તંત્રની સાથે અને સરકારી ગાઇડ લાઇન મુજબ આ ઉત્સવ ઉજવવાનં નક્કી થયુ હતુ. - રીનાબેન પંચાલ,પ્રમુખ, નગર પાલિકા

અન્ય સમાચારો પણ છે...