તંત્ર:દાહોદ ખાતેની ઇ-લોક અદાલતમાં 883 કેસોનો સમાધાનથી નિકાલ

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 1,14,43,115રૂ.નું સેટલમેન્ટ થયું

નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરીટી ન્યુ દિલ્હીના આદેશ અનુસાર નામદાર ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, ગુજરાત હાઇકોર્ટના માર્ગદર્શન હેઠળ અત્રેના ચેરમેન, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દાહોદ અને પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ આર.એમ.વોરના હસ્તે તા.26મી સપ્ટેમ્બરના રોજ ઇ-લોક અદાલતનું આયોજન કર્યું હતું. આ ઇ-લોક અદાલતમાં મોટર અકસ્માત વળતર અંગેના કેસો, નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટ 138ના કેસો, સીવીલ દાવા વિગેરે જેવા કુલ મુકેલા 1010 કેસોમાંથી 883 કેસોનો સમાધાનથી નિકાલ થયો હતો. તેમજ 1,14,43,115 રૂપિયાનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...