ફતેપુરા તાલુકાની યોજાયેલી ચુંટણીમાં નવાતળાવ ગ્રામ પંચાયતમાં પ્રિસાઈડિંગ અધિકારીના આંકડા કરતા મત પેટીમાં મત ઓછા નીકળ્યા હોવાથી ગામના નાગરિક દ્વારા રાજ્ય ચુંટણી આયોગને લેખિત તપાસ માટે રજુઆત કરી છે. નવાતળાવ ગ્રામ પંચાયત કુલ મતદાન 739 છે તેમા મત પેટીમાં મત અને પ્રિસાઈડિંગ ઓફિસરના આંકડા સરખા મળતા ન હોઇ ચર્ચાનો વિષય બનતા રાજ્ય ચુંટણી આયોગને કરાયેલી ફરિયાદમાં વોર્ડ 1 નંબરમાં પ્રિસાઇડિંગના આકડા 96 મત ગણતરી પેટીમાં 94 નીકળેલ છે. તેમાં 2 મત આંકડા પ્રમાણે ઓછા જોવા મળી રહ્યા છે.
વોર્ડ નં 4 પ્રિસાઇડિંગના આંકડા મુજબ 98 મતગણતરી પેટીમા 96 મત નીકળેલા છે. તેમાં 2 મત આંકડા પ્રમાણે ઓછા જોવા મળી રહ્યા છે. વોર્ડ નં 6મા પ્રિસાઇડિંગના આંકડા મુજબ 96 મતગણતરી પેટીમા 95 મત નીકળેલ છે. તેમાં 1 મત આંકડા પ્રમાણે ઓછા જોવા મળી રહ્યા છે.
વોર્ડ નં 7માં પ્રિસાઇડિંગના આંકડા મુજબ 103 મતગણતરી પેટીમા 100 મત નીકળેલા છે. તેમાં 3 મત આંકડા પ્રમાણે ઓછા જોવા મળી રહ્યા છે. જેથી ગ્રામજનોને મત પેટી સાથે છેડછાડ કરી હોવાની આશંકા થઇ રહી છે. ગ્રામજનોએ મામલતદાર કચેરી ફતેપુરા , પ્રાંત અધિકારી ઝાલોદ, કલેકટર કચેરી દાહોદ અને ચુંટણી આયોગ ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે.
રિકાઉન્ટિંગ માટે હાઇકોર્ટમાં જવા મને કહ્યું
મેં પંચ રોજકામમાં સહી કરેલ નથી છતા સામા પક્ષના ઉમેવારને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. રિકાઉન્ટીંગ માંગતા ચૂંટણી અધિકારીએ તારે રિકાઉન્ટીંગ જોઈતું હોય તો હાઈકોર્ટમાં જા તને ત્યાં મળી જશે તેવુ જણાવ્યુ હતું. >દિનેશ પારગી, એજન્ટ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.