અકસ્માત:ડાંગરીયામાં વાનની ટક્કરે માથામાં ઇજા થતાં મોત

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાસી ગયેલા વાન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ડાંગરીયા ગામે વાનની ટક્કર મારતાં બાઇક ચાલકને માથામાં ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા એકને સામાન્ય ઇજાઓ થઇ હતી.

દાહોદના લીમખેડા તાલુકાના ચૈડીયા ગામના સરદાર પલાસને ગતરોજ દેવગઢ બારિયા મજૂરી કામે જવાનું હોઇ ખુમસીંગ પલાસ તેમને પોતાની બાઇક ઉપર મૂકવા જતાં હતા. તે દરમિયાન ડાંગરીયા ગામે એક વાનના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ખુમસીંગભાઇની બાઇક સાથે અથડાવી અકસ્માત કરી વાહન મૂકી નાસી ગયો હતો.

જેમાં ખુમસીંગભાઇને માથામાં ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા સરદારભાઇને સામાન્ય ઇજાઓ થતાં સારવાર અપાઇ હતી. અકસ્માત સંદર્ભે અમિત પલાસે અજાણ્યા વાન ચાલક વિરુદ્ધ બારિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...