મારામારી:ઉસરવાણ ગામે ઝઘડાની અદાવતે ધિંગાણું, 2 મહિલા સહિત 3ને ઇજા

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘કેવા દુકાન ચલાવશો જોઇ લઇશું’ કહી મારી નાખવાની ધમકી

ઉસરવાણમાં ઝઘડાની અદાવતે ધિંગાણુ મચાવી બે મહિલા સહિત ત્રણને ઇજા પહોંચાડી, તોડફોડ કરી કેવા દુકાનો ચલાવશો જોઇ લઇશુ તેમ કહી મારી નાખવાની ધમકી આપતાં 10 લોકો સામે રાયોટીંગનો ગુનો દાખલ કર્યો હતો.

છાપરીના અજય નિનામા, શૈલેષ નિનામા, કાળુ નિનામા, સંજય નિનામા, બાબુ હઠીલા, કમલેશ હઠીલા, નિલેશ હઠીલા, કાન્તા નીનામા, લતાબેન નીનામા તથા રમેશ મેળા અગાઉ હથિયારો ધારણ કરી ઉસરવાણના રૂચિકાબેન માવીને ઘરે આવી માર મારી તેમજ મંજુલાને લાકડી મારી ગેબી ઇજા કરી હતી. લલીતને ધારીયુ મારતાં ઇજા થઇ હતી તેમજ નંદનીને માર મારી તેમજ રૂચિકાને ઘસડી ઇજા પહોંચાડી હતી. યોગેશને તલવાર, ધારીયા છુટ્ટા મારી ભગાડી મુક્યા હતા. તેમજ તલવાર રૂચિકાને તથા સાથેનાને માર માર્યો હતો. સાથે રૂચિકાના ઘરના દરવાજાને તથા ટેબલ ખુરશીઓની તોડફોડ કરી નુકસાન કરી ત્રણ ભાઇઓમાંથી કોઇ એકને મારી નાખીશુ અને તમો કેવા અમારા ગામમાં તમારી દુકાનો ચલાવશો અને તમારી જમીનમાં ખેતી કરવા આવશો ત્યારે તમને જોઇ લેસુ તેવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ સંદર્ભે રૂચિકાબેને હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...