તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ઝાલોદ તાલુકાની ધાવડિયા ગ્રામ પંચાયતનો તલાટી લાંચ લેતાં રંગે હાથ ઝડપાયો, 18 ફાઇલ પર સહી કરવા લાંચ માગી હતી

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મનરેગાના કામેની ફાઇલો પર સહી સિક્કા કરવા રૂ. 13,500ની માગ કરી હતી
  • દાહોદ એસીબીએ ફરિયાદના આધારે છટકું ગોઠવી ઝડપી પાડ્યો

ઝાલોદ તાલુકાની ધાવડિયા ગ્રામ પંયાચતના તલાટીએ એક વ્યક્તિ પાસેથી મનરેગાના કામોની ફાઇલો પર સહી સિક્કા કરવા રૂ. 13 હજાર 500ની લાંચની માંગણી કરી હતી. તે વ્યક્તિએ એસીબીમાં ફરિયાદ કરતાં આ તલાટીને છટકું ગોઠવી રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે.

ઝાલોદ તાલુકાની ધાવડિયા ગ્રામ પંયાતમાં અલ્પેશ પન્નાલાલ પ્રજાપતિ તલાટી તરીકે ફરજ બજાવે છે. તલાટીના સહી સિક્કા મનરેગાના કામોની ફાઇલો પર જરુરી હોય છે. તેથી એક વ્યક્તિએ મનરેગાના 18 જેટલા કામો કર્યા હતા અને તેની ફાઇલો પર અલ્પેશ પ્રજાપતિના સહી સિક્કાની જરુરીયાત હતી. જેથી તેમણે તલાટીને કહેતાં તલાટીએ દરેક ફાઇલ દીઠ 500 રૂપિયાની માંગણી કરી હતી.

આ ઉપરાંત આગળ કરેલા સહી સિક્કાના પણ બાકી નીકળતાં રૂપિયા 6000 મળી કુલ રૂ. 13 હજાર 500ની માંગણી કરી હતી. કામ કરનાર વ્યક્તિ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે લાંચ રિશ્વત વિરોધી શાખાના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કર્યો હતો. જેથી દાહોદ એસીબી પીઆઇ પી.કે.અસોડા અને તેમની ટીમે છટકું ગોઠવ્યુ હતુ.

ઝાલોદમાં જ વિશ્વકર્મા મંદિરની સામે રાયણ ફળિયામાં એસીબીના હાથે રૂપિયા 13 હજાર 500ની લાંચ લેતાં રંગે હાથ ઝડપાઇ ગયા હતા. એસીબીએ તેમની નાંણા સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...