પીડિતા પોલીસના શરણે:દેવગઢ બારીઆની પરિણીતા પર રાજસ્થાનમાં સાસરીયાઓએ ત્રાસ ગુજાર્યો, એક શખ્સે આબરૂ લેવાની કોશિષ કરતાં ફરિયાદ

દાહોદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અહીં રહેવુ હોય તો ચુપ રહેવાની ધમકી આપી, છેવટે ત્રસ્ત પરિણીતા પિયર આવી પહોંચી મહિલાઓ સહિત 7 સાસરીયાઓ વિરૂદ્ધ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાની યુવતીના રાજસ્થાનના બાંસવાડા મુકામે લગ્ન કરેલા હતા. આ પરિણીતાને તેના સાસરીયાંઓ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. તેમજ સાસરી પક્ષના એક શખ્સે પરિણીતા સાથે છેડછાડ કરી આબરૂ લેવાની કોશિષ કરતાં પરિણીતા પોતાના પિયરમાં આવી પહોંચી હતી. સાસરી પક્ષના મહિલા સહિત 7 ઈસમો વિરૂદ્ધ પરિણીતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી પરિણીતાને તેના સાસરીપક્ષના હરીશ કલાલ (રહે. બાંસવાડા, રાજસ્થાન), કિશોરી કલાલ, મંજુ કલાલ, પંકજ કલાલ, નિર્મલા કલાલ તથા તેની સાથે અન્ય ત્રણ જેટલા ઈસમોએ શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. ત્યારે હરીશ કલાલે તેણીની આબરૂ લેવાની કોશિષ કરી છેડછાડ કરી હતી. ત્યારે ઉપરોક્ત અન્ય ઈસમોએ તેણીને મેણા-ટોણા મારી તારૂં ચારિત્ર્ય ખરાબ છે અને તું ખોટી રીતે હરીશને બદનામ કરે છે, તારે અહીંયા રહેવું હોય તો ચુપ થઈને રહેવાનું તેમ કહી પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો.

આ સંબંધે પરિણીતાએ ઉપરોક્ત તમામ ઈસમો વિરૂદ્ધ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...