સફાઈ કામદારોને ભોજન:દેવગઢ બારિયાના NRI પરિવારે નવજાત દીકરીના છઠ્ઠી પ્રસંગે સફાઈ કામદારોને હરિભોજન કરાવ્યુ

દાહોદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાના સદસ્યો તેમજ સેવાભાવીઓએ પ્રેમથી ભોજન પીરસ્યા હતા

દેવગઢ બારિયાના NRI પરિવારે નવજાત દીકરીના છઠ્ઠી પ્રસંગે સફાઈ સેનાનીઓને ભોજન કરાવ્યુ હતું. જેમાંપાલિકાના સદસ્યો તેમજ સેવાભાવીઓએ પ્રેમથી ભોજન પીરસ્યા હતા.

દેવગઢબારિયા નગરમાં આજે નગરપાલિકાના પટાંગણમાં મૂળ દેવગઢ બારિયાના અને હાલ અમેરિકામાં જન્મ પામેલી દીકરી લિયાના છઠ્ઠીના વિધિના લેખ નિમિત્તે નાયા, નીપા આકાશ રાણાવત પરિવાર એક ઊંમદો વિચાર આવ્યો હતો. કોરોના હોય ઠંડી, હોય ગરમી હોય કે ચોમાસુ હોય નગરપાલિકાના સફાઇ કામદારો રાત દિવસ નગરને સ્વચ્છ રાખી સેવા કરે છે જે માટે હરિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ આયોજનમાં નગરપાલિકાના તમામ સફાઈ સેનાનીઓ સહિત તમામે ભોજનનો લાભ લીધો હતો. તેમને પીરસવા માટે દેવગઢ બારિયા નગરપાલિકા કારોબારી ચેરમેન સર્જજન બા ગોહિલ, નગરપાલિકાના સદસ્ય ગજેન્દ્રભાઈ પરમાર, આંબા બેન મોહનીયા, દેવગઢ બારિયા ટાવર વિસ્તારના ડોક્ટર અમિત ભાઈ શાહ તપસ ભાઈ શાહ હાજર રહ્યા હતા.

દેવગઢબારિયા નગરપાલિકાના સફાઈ સેવકો માટે આવી ઉમદા કામગીરી માટે વિચાર આવનાર અમેરિકાના નાયા નીપા આકાશ રાણાવત પરિવાર અને સલિંનભાઈ ગાંધીનો નગરપાલિકા પ્રમુખ ડો. ચાર્મી નીલ સોનીઐ આભાર માન્યો હતો. આવી રીતે સાચા અર્થમાં સેવા કરતા નગરપાલિકાના સફાઇ કર્મીઓ એ પ્રસાદીરૂપે ભોજન આરોગી દાતાઓનો આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...