દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના મેન્દ્રા ગામે અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટરસાયકલ રોડની લાઇડમાં આવેલા બોર્ડ સાથે ટકરાતાં ચાલકનું મોત નીપજ્યું હતું.
સિંગવડ તાલુકાના સુડિયા ગામે કામોળ ફળિયામાં રહેતા ગોપાલભાઈ હીરાભાઈ કામોળ પોતાની મોટરસાયકલ લઈને મેન્દ્રા ગામેથી પૂરઝડપે અને ગફલતભરી રીતે પસાર થઈ રહ્યા હતા. તે સમયે મોટરસાયકલ રોડની સાઈડમાં આવેલા બોર્ડ સાથે ભટકાતાં ગોપાલભાઈ મોટર સાયકલ પરથી ફંગોળાઇ જમીન પર પટકાયા હતા. જેને પગલે તેમને માથાના ભાગે તેમજ હાથે-પગે અને શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે સુડીયા ગામે કામોળ ફળિયામાં રહેતા હીરાભાઈ સમસુભાઈ કામોલે દેવગઢ બારીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.