સંઘર્ષ કરી ઘેર પહોંચ્યા:દેવગઢ બારીયાનો વિદ્યાર્થી યુક્રેનથી હેમખેમ ઘરે આવી પહોંચ્યો, પરિવારજનોની આંખોમા હર્ષના આંસુ છલકાયા

દાહોદ5 મહિનો પહેલા
  • -15 ડીગ્રી ઠંડીમાં ઠૂંઠવાયા, ભારતીય દુતાવાસે વાત કરતા પોલેન્ડ પહોંચ્યા: વિદ્યાર્થી

રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે કેટલાક ભારતીય યુક્રેનમાં ફસાયા છે. જેમાં એક બાદ એક વિદ્યાર્થીઓ ઘરે પરત કર્યા નથી પહોંચી રહ્યા છે. જેમાં દાહોદ જિલ્લાના દેવગઢબારીયાનો વિદ્યાર્થી વતન પહોંચતાં પરિવારજનોમાં ખુશી જોવા મળી છે.

દેવગઢબારિયા નગરમાં રહેતો હર્ષિલ નિમેષભાઈ જોશી યુક્રેનના ટરનોપિલ શહેરમા એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેની સાથે તેજ કોલેજમાં ગોધરા, બરોડા, સુરત જેવા ગુજરાતના અન્ય શહેરોના કુલ 71 જેટલા ભારતિય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યારે યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ ઉભા થતા બંન્ને દેશો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ વણસતા ટરનોપીલ શહેરની આસપાસ પણ હવાઈ હુમલા અને બોમ્બમારો ચાલુ થતા ભારતીય વિદ્યાર્થીઓને ભારતીય એમ્બેસી દ્વારા પોલેન્ડ બોર્ડર તરફ 25 તારીખે રાત્રે 12 વાગે ટરનોપિલ શહેરથી બાય રોડ પોલેન્ડની બોર્ડર જવા નીકળ્યા હતા.

બોર્ડરની નજીક ટ્રાફિક જામ થતા 30 કિમી જેટલું ચાલી તા 26ના સાંજે ચાર વાગ્યાના અરસામા યુક્રેન બોર્ડર પોહચ્યા. યુક્રેનની બોર્ડર પરથી પોલેન્ડ તરફ જતા યુક્રેન ફોર્સે રોકી લીધા હતા.

-15 તાપમાનમાં ગુજરાતના કુલ 71 વિદ્યાર્થી ઓ આવી વિકટ પરિસ્થિતિમાં ફસાયા હતા. તે પછી આ બોર્ડર ઉપર યુક્રેનમાંથી હજારોની સંખ્યા માં વિધિયાર્થીઓ આવી પોહચ્યા હતા. આખરે ભારતિય દુતાવાસે ત્યાંની સરકાર સાથે વાતચીત કરતા તમામ ભારતીય વિદ્યાર્થીઓ ને પોલેન્ડ બોર્ડર તરફ જવા દીધા હતા.

પોલેન્ડમા રહેવાની જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને ત્યાથી હવાઈ માર્ગે દિલ્લીથી અમદાવાદ પહોંચ્યા હતા. જ્યાં પરિવારજનો તેને લેવા પહોંચી ગયા હતા. પોતાનાં પરિવારને મળતા હર્ષિલ તેમજ પરીવારજનોમા હર્ષના આંસુ છલકાયા હચા. ત્યારે હર્ષિલ જોષી આજેપણ પોતાની આપવીતી જણાવતા જાણે ડરી રહ્યો હોય તેમ જોવાઈ રહ્યું હતું. હર્ષિલ જોષી માદરે વતન પરત ફરતા પરીવરજનો સહિત રાજકીય આગેવાનોએ શુભેચ્છા પાઠવવા મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...