જુગારધામ પર ઓચિંતા દરોડા:દેવગઢ બારીયામાં ઝાડ નીચે બેસી જુગારીઓ પત્તો ટીંચતા હતા, પોલીસે અચાનક છાપો મારતાં જુગારીયાઓમાં નાસભાગ

દાહોદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે રૂપિયા 30 હજારનો મુદ્દામાલ જપ્ત કરી પાંચ આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો

દેવગઢ બારીયામાં રાણીવાવ ધર્મશાળા લાઈનની પાછળ દેવગઢ બારીયા પોલીસે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. જેમાં ખુલ્લામાં પત્તા પાના વડે હારજીતના રમાતા જુગાર પર ઓચિંતો છાપો મારી પોલીસે રૂપિયા 30 હજાર ઉપરાંતની રોકડ તથા પત્તાની કેટ સાથે પાંચ જેટલા જુગારીઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતું.

અચાનક દરોડાથી જુગારીઓમાં નાસભાગ મચી

પ્રાપ્ત વિગત અનુસાર દેવગઢ બારીયા નગરમાં રાણીવાવ ધર્મશાળા લાઈનની પાછળ કોટની બાજુમાં ગાંડા બાવળના ઝાડ નીચે ખુલ્લામાં પત્તા પાના વડે હારજીતનો જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળી હતી. તેના આધારે પોલીસે ઓચિંતો છાપો મારતાં જુગાર રમી રહેલા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.

પાંચેય જુગારીયાઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો

તેમ છતાં પોલીસે તેમને ચારે બાજુથી ઘેરી લઈ જુગાર રમી રહેલા દેવગઢ બારીયા રાણીવાવ ધર્મશાળા લાઈનમાં રહેતા નંદકિશોર લાલચંદ મોચી, હીતેશ મંગાભાઈ વળવાઈ, સલમાન ઉર્ફે ટાઈગર મહંમદ રામાવાળા, અહેઝાલ ઉર્ફે શાહુ મુખત્યાર સેના સિદ્ધી તથા કમલેશ બચુભાઈ લુહારની ધરપકડ કરી હતી. તેમની અંગઝડતીના તથા દાવ પરના મળી રૂા. 30 હજાર 40ની રોકડ તથા પત્તાની કેટ ઝડપી પાડી પોલીસે કબ્જે લીધી હતી. આ સંબંધે ઝાલોદ પોલીસે પકડાયેલા ઉપરોક્ત પાંચેય જુગારીયાઓ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...