દારૂની હેરાફેરી:ચાકલીયામાં 946 દારૂ-બિયરની બોટલો સાથે મહિલાની અટકાયત

દાહોદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ.83,500નો જથ્થો જપ્ત કરી વૃદ્ધ મહિલા સામે ગુનો
  • સ્ટેટ મોનિટરિંગ સેલે ચાકલીયા પોલીસમાં ગુનો નોંધાવ્યો

મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે ઝાલોદ તાલુકાની ચાકલીયા બોરસદ ફળિયામાં એક વૃદ્ધાના રહેણાંક મકાનમાં છાપો મારી રૂા. 83500નો દારૂ-બિયરનો જથ્થો ઝડપી પાડી પાડ્યો હતો. ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામના બોરસદ ફળિયાનાં બૂટલેગર નરેશભાઈ મનસુખભાઈ મુનિયા અને વેચાણ માટે વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી પોતાની સગી માતાના ઘરમાં મુકી રાખ્યો હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલને મળી હતી. જેના આધારે સ્ટેટ ટીમે ગતરોજ ચાકલીયા ગામના બોરસદ ફળિયામાં રહેતી 60 વર્ષિય મલીબેન મનસુખભાઈ મુનિયાનાં ઘરે ઓંચિતો છાપો મારી તે ઘરમાં હાજર મળી આવતાં તેને સાથે રાખી ઘરમાં તલાસી લેતાં રૂા.83500 રૂપિયાનો વિદેશી દારૂ-બિયર ટીનની કુલ નંગ 946 બોટલ મળી આવી હતી.

જથ્થો જપ્ત કરી વૃદ્ધ મણીબેન મનસુખભાઈ મુનિયાની અટક કરી સ્ટેટ મોનીટરીંગ સેલના એએસઆઈ હસમુખભાઈ મકનભાઈએ આ સંબંધે ચાલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ વી.આર.ચૌહાણે ગુનો નોંધી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...