ઝાલોદ ડેપોની બેરદરકારી:બસમાં બુકિંગ છતાં કંડક્ટરે 15 મુસાફરોને બેસવા ન દીધા, ભારે હોબાળા બાદ બીજી બસમાં વ્યવસ્થા કરાઇ

દાહોદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઝાલોદ ડેપોની બેરદરકારીથી દાહોદમાં 15 મુસાફરોને રઝળવાનો વારો આવ્યો હતો. - Divya Bhaskar
ઝાલોદ ડેપોની બેરદરકારીથી દાહોદમાં 15 મુસાફરોને રઝળવાનો વારો આવ્યો હતો.
  • ઝાલોદ ડેપોની બેરદરકારીથી દાહોદમાં 15 મુસાફરોને રઝળવાનો વારો આવ્યો
  • ઝાલોદ-ટંકારા બસના કંડક્ટરને બુકિંગની પ્રિન્ટ જ ન આપી

એસ.ટી બસમાં મુસાફરી માટે બુકિંગ ઉપર ભાર આપવ માં આપવ માં આવે છે ત્યારે મુસાફરી માટે બુકિંગ કરાવ્યા છતાં ઝાલો દમાં બેસતાં સ્ટાફની બેદરકારીને કારણે 15 મુસા રોને ઝાલોદ- ટંકારા બસના કંડક્ટરે ન બેસાડતાં મુસા રોને રઝળ‌ વાનો વારો આવ્યો હતો. ભારે હોબા ળા બાદ ચાર કલાક બાદ અન્ય બસમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. ઝાલ દથી કંડક્ટરને સ્લીપર કોચનું બુકિંગ થયાની સ્લીપની પ્રિન્ટ જ ન અપાતા આ અવ્ય સ્થા સર્જાઇ હતી.

બુકિંગ વાળી 1700 નંબરની બુકિંગ કોડ વાળી સ્લીપ આપી ન હતી
ઝાલોદ ડેપોની ઝાલો -મોર બી-ટ કારા સ્લીપર કોચમાં મુસાફરી માટે 15 મુસા ફરોએ બુકિંગ કરાવ્યુ હતું. બુકિંગમાં બેસનાર જવાબ દારે સ્લીપર કોચના બુકિંગ વાળી 1700 નંબરની બુકિંગ કોડ વાળી સ્લીપ આપી ન હતી જ્યારે 1702 નંબરના બુકિંગ કોડ વાળી નીચેની સીટોના રિઝર્વેશનની સ્લીપની પ્રિન્ટ આપી હતી. જીજે -18- ઝેડ- 3163 નંબરની સાંજના 7.15 વાગ્યે દાહોદ આવેલી બસમાં પહેલેથી જ સ્લીપર સીટો રોકાઇ ગઇ હતી.

બસ કેન્સલ કરાઇ હોવાનું મુસાફરોને જણાવયું
ટંકારા અને મોરબી જનારા મુસા ફરોએ તેમનું બુકિંગ હોવાનું કંડક્ટરને બતાવ્યુ હતુ પરંતુ કંડક્ટરે તેની પાસે બુકિંગની સ્લીપ ન હોવાનું જણાવી ટિકીટો ફાડી દીધી હોઇ ભરાયેલી સીટો ખાલી કરાવી ન હતી. મુસાફરોએ આ મામલે હોબાળો મચાવ્યા છતાં સાંજના 7.30 વાગ્યાની આસપાસ બસને રવાના કરી દેવામાં આવી હતી. બસ કેન્સલ કરાઇ હોવાનું મુસાફરોને જણાવતાં ભારે ચકમક ઝરી હતી.

મુસાફરો માટે રાતના 10.30 વાગ્યે અન્ય બસમાં વ્યવસ્થા કરાઈ
આ મામલે મુસા ફરોએ દાહોદ ડેપોમાં રજૂઆત કરી રિફન ફડની માગણી કરી હતી પરંતુ તેમને રિફન્ડ આપવાનો નન્નો ભણી દેવાયો હતો. તપાસ બાદ વિભાગના કર્મચારીઓને પોતાની ભુલ સમજમાં આવી હતી પરંતુ મુસાફરોને ભારે રઝળવાનો વારો આવ્યો હતો. અટવાઇ ગયેલા મુસાફરો માટે રાતના 10.30 વાગ્યે આવેલી અન્ય બસમાં વ્યવસ્થા કરી અપાઇ હતી. સ્લીપર કોચનું અગા ઉથી બુકિંગ કરાવ્યા છતાં મુસાફરોને અન્ય બસમાં બેસીને મુસાફરી કરવાનો વારો આવ્યો હતો.

ગેરવ્યવસ્થાથી પરેશાન થવુ પડ્યું
અમારી સાથે 15 મુસાફરો હતાં. અમારે તો મોરબી જવાનું હતુ પરંતુ મજુરી કામે ટંકારા જતાં મુસાફરો પણ અટવાઇ ગયા હતાં. અમે ઉગ્ર રજૂઆત કરી હતી. રાત્રે અમારી માટે બીજી બસમાં વ્યવસ્થા કરાઇ હતી. લાંબી મુસાફરી હોવાથી ઉંઘતા જવાના સ્થાને અમારે રૂપિયા ખર્ચવા છતાં બેસીને જવું પડ્યુ હતું. એસટીના કર્મચારીના કારણે અમારે પરેશાની વેઠવી પડી હતી.> હીમસ ંગભાઇ પરમાર , મુસાફર

અન્ય સમાચારો પણ છે...