તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:દેવગઢ બારીયા તાલુકાના કાસટિયા ગામે મેળામાં નાયબ મામલતદારની ટીમ પર ટોળાએ હુમલો કર્યો

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકારી ગાડીઓની તોડફોડ કરી રૂપિયા 80 હજાર ઉપરાંતનું નુકસાન કર્યું કર્મચારીઓને ગડદાપાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપી એન્દના મેળામાં 200 થી 300 માણસો ભેગા થયાં હોવાની કાર્યવાહી થતાં હુમલો કરાયો

દેવગઢ બારીયા તાલુકાના કાસટીયા ગામે એક ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં ગામમાં એન્દના મેળાના આયોજનમાં 200 થી 300 માણસોનું ટોળું ભેગું થયું હતુ. જેની નાયબ મામલતદારને થતાં તેઓ રાત્રીના સમયે પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચી ગયાં હતાં. જ્યાં જાહેરનામાનો સરેઆમ ભંગ જણાતાં કાર્યવાહી કરતાં હતાં. ટોળાએ ટીમ પર હુમલો કરી સરકારી વાહનોની તોડફોડ કરી હતી.

દે.બારીયાના કાસટીયા ગામે એક ચકચારી બનાવ સામે આવ્યો હતો. જેમાં ગામમાં એન્ટના મેળાના આયોજનમાં 200થી 300 માણસોનું ટોળું ભેગું થયુ હોવાની જાણ થતાં નાયબ મામલતદાર રાત્રીના સમયે પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચી ગયાં હતાં. જ્યાં જાહેરનામાનો સરેઆમ ભંગ જણાતાં કાર્યવાહી કરતાં ટોળાએ ટીમ પર હુમલો કરી સરકારી વાહનોની તોડફોડ કરી નુકસાન કર્યુ હતું.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, દેવગઢ બારિયા તાલુકાના કાસટીયા ગામે સુથાર ફળિયામાં રહેતાં ચંદુભાઈ ભલીયાભાઈ નાયક, કાંતીભાઈ ભલીયાભાઈ નાયક, મંગાભાઈ ભલીયાભાઈ નાયક તથા તેઓના સગા સંબંધીઓ મળી રાત્રીના અગીયારેક વાગ્યાના સમયગાળા દરમ્યાન 200થી 300 લોકો દ્વારા ગામમાં એન્દના મેળાનું આયોજન કરી ઢોલ, નગારાના તાલે ઝુમી રહ્યાં હતાં. આ અંગેની જાણ દેવગઢ બારીયાના નાયબ મામલતદાર કેયુરભાઈ જશુભાઈ રાણાને થતાં ટીમ સાથે રાત્રીના સમયે આ મેળામાં પહોંચ્યા હતા અને ત્યાં જોતા સરેઆમ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ, માસ્ક વગર લોકો જોવા મળ્યાં હતાં.

આ દ્રશ્યો જોઈ જાહેરનામાનો ભંગ જણાતાં નાયબ મામલતદાર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરતા ટોળુ એકદમ ઉશ્કેરાઇ જઇ ભારે ધિંગાણું મચાવી વિસ્તારમાં ભયનો માહોલ ઉભો કરી અમોને કોણ કહેવાળા, આજે તો તમોને જીવતાં છોડવવાના નથી, એકાદને તો પુરો કરી નાંખવાનો છે, તેમ કહી ટોળુ નાયબ મામલતદાર અને ટીમ તરફ ઘસી આવી ટીમના માણસો પર હુમલો કરી માર માર્યા હતો. તેમજ સરકારી ગાડીઓના કાચ તોડી ગાડીની તોડફોડ કરી આશરે રૂા. 80,000નું નુકસાન પહોંચાડ્યું હતું. આ સંબંધે નાયબ મામલતદાર કેયુરભાઈ જશુભાઈ રાણા દ્વારા 300 જેટલાના ટોળા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ટોળુ એકદમ ઉશ્કેરાયું

કાસટીયા ગામે સુથાર ફળિયામાં રહેતાં ચંદુભાઈ ભલીયાભાઈ નાયક, કાંતીભાઈ ભલીયાભાઈ નાયક, મંગાભાઈ ભલીયાભાઈ નાયક તથા તેઓના સગા સંબંધીઓ મળી રાત્રીના અગીયારેક વાગ્યાના સમયગાળા દરમ્યાન અંદાજે 200થી 300 વ્યક્તિઓ દ્વારા ગામમાં એન્દના મેળાનું આયોજન કર્યું હતું. અને લોકો ઢોલ, નગારાના તાલે ઝુમી રહ્યાં હતાં. આ અંગેની જાણ દેવગઢ બારીયાના નાયબ મામલતદાર કેયરભાઈ જશુભાઈ રાણાને થતાં તેઓ પોતાની ટીમ સાથે રાત્રીના સમયે આ મેળામાં પહોંચી ગયા હતા. અને ત્યાં જોતા સરેઆમ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ, માસ્ક વગર લોકો જોવા મળ્યાં હતાં અને આ દ્રશ્યો જોઈ જાહેરનામાનો ભંગ જણાતાં નાયબ મામલતદાર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા આ ટોળુ એકદમ ઉશ્કેરાયું હતું.

ભારે ધિંગાણું મચાવતાં વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો

અને લોકો કહેતા હતા કે અમોને કોણ કહેવાળા, આજે તો તમોને જીવતાં છોડવવાના નથી, એકાદને તો પુરો કરી નાંખવાનો છે, તેમ કહી ટોળુ નાયબ મામલતદાર અને ટીમ તરફ ઘસી આવી ટીમના માણસો પર હુમલો કરી ગડપાટાટ્ટુનો માર માર્યા હતો. ટોળાએ સરકારી ગાડીઓના કાચ તોડી તેમજ ગાડીની તોડફોડ કરી અંદાજે 80,000નું નુકસાન પહોંચાડી મોડી રાત્રીને ભારે ધિંગાણું મચાવતાં વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

જેમાં દેવગઢ બારીયાના નાયબ મામલતદાર કેયુરભાઈ જશુભાઈ રાણા દ્વારા ઉપરોક્ત ટોળા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે તમામ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...