તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રેનનો પ્રારંભ:દાહોદથી ભોપાલ જતી ડેમુ ટ્રેનનો આજથી પ્રારંભ કરાશે, ટ્રેનમાં મુસાફરી માટે રિઝર્વેશન જરૂરી

દાહોદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

કોરોનાને કારણે માર્ચમાં રેલવેએ મુસાફરોની સુરક્ષા માટે રેલવે સુવિધાને લોક કરી દીધી છે. 9 માસ બાદ સ્થિતિ થોડી સામાન્ય થતાં નિયમીત ટ્રેનોને પણ હવે પાટે લાવવાની કામગીરી શરૂ કરાઇ છે. તેમાં દાહોદ-ભોપાલ ડેમૂ ટ્રેન 28 ડિસેમ્બરથી શરૂ કરવાની રેલવે દ્વારા ઘોષણા કરી છે. દાહોદ-ભોપાલ ડેમૂ-09339 ટ્રેન શરૂ થતાં મુસાફરોને રાહત મળશે. જોકે, ટ્રેનમાં મુસાફરી માટે રિઝર્વેશન અનિવાર્ય છે.

28 ડિસેમ્બરે શરૂ થનારી આ ટ્રેન દાહોદથી પરોઢે 5.40 વાગ્યે ઉપડીને 8 વાગ્યે રતલામ, 11 વાગ્યે ઉજ્જૈન અને 3.55 વાગ્યે ભોપાલ પહોંચશે. ટ્રેનો બંધ થયા બાદ રેલવે સ્ટેશન પર સુનકાર ભાસી રહ્યો છે. ત્યારે મોટુ ટ્રાફિક મળે છે તે ટ્રેન શરૂ થતાં હવે પરોઢે રેલવે સ્ટેશને મુસાફરોની ચહલ-પહલ જોવા મળશે.

વૈષ્ણોદેવી માટે પણ દાહોદથી ટ્રેન મળશે
કોવિડ-19ને કારણે બંધ શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા-ગાંધીધામ સ્પેશ્યલ ટ્રેન 31 ડિસેમ્બરથી ફરી શરૂ થશે.દર ગુરુવારે આ ટ્રેન વૈષ્ણોદેવીથી સવારે 9.55 વાગ્યે નીકળી બીજા દિવસે સાંજે 7.40 વાગ્યે દાહોદ થઇ ગાંધીધામ પહોંચશે. ગાંધીધામ-શ્રીમાતા વૈષ્ણોદેવી કટરા સ્પેશ્યલ 2 જાન્યુઆરીથી દર શનિવારે ગાંધીધામથી સવારે 9.10વાગ્યે નીકળી સામેજે 5.52વગ્યે દાહોદ થઇ બીજા દિવસે સાંજે 5.40 વાગ્યે વૈષ્ણોદેવી પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો