વિરોધ:દાહોદમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા રેલવે સ્ટેશને પ્રદર્શન

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દાહોદ શહેરમાં વેર્સ્ટન રેલવે મજદુર સંઘ દ્વારા મંગળવારે રેલવે સ્ટેશને સરકારની નીતિના વિરોધમાં પ્રદર્શન કર્યુ હતું. વિરોધ સપ્તાહની સોમવારથી શરૂઆત કરી છે. રેલવે સ્ટેશને મજદુર સંઘના સચિવ સચિન મિશ્રાએ જણાવ્યુ હતું કે, એન.એફ.આઇ.આરના આહ્વાનથી WRMSના મહામંત્રી આર.જી કાબર અને પ્રમુખ શરીફખાન પઠાન તેમજ મંડળ મંત્રી બી.કે ગર્ગના નેતૃત્વમાં સરકારની નીતિની વિરૂદ્ધ આખા મંડળમાં પ્રદર્શન કરી રહ્યા છે.

રેલવેમાં ખાનગીકરણ બંધ કરવા સાથે NPS રદ કરીને OPS ચાલુ કરવા સાથે 43600ની સેલીંગ ખસેડીને તમામને NDA તરત જ આપવુ, 18 માસનું ડીએ એરિયસ તાત્કાલિક અપાય અને શ્રમ વિરોધી નીતિ બંધ કરવાની માગ સાથે પ્રદર્શન કરાયુ હતું. પ્રદર્શનમાં મજદુર સંઘના પ્રમોદકુમાર શર્મા, હરીશ વર્મા, દેવેન્દ્રસિંહ હાડા, નિલેશ યાદવ, ઇશ્વરભાઇ, દીનેશ કટારા, અતુલસિંહ, ચંદુભાઇ, સુનીલ સક્સેના, રણજીતસિંહ અને રમણભાઇ સહિતના કાર્યકરો હાજર રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...