બીલીયા ગામે છોકરી ભગાડયાની અદાવતે યુવકના ઘર સહિત બે ઘરોના નળિયાની તોડફોડ તેમજ અનાજ વેરવિખેર કરી અંદાજે 80 હજારનું નુકસાન કરી તેમજ જાનથી મારવાની ધમકી આપતાં ફરિયાદના આધારે દેવગઢ બારિયા પોલીસે 6 મહિલા સહિત 11 સામે રાયોટીંગનો ગુનો દાખલ કર્યો હતો.
ભડભાના જયેશ પટેલ, જવર પટેલ, જશવંત વટેલ, બાબુ પટેલ, સુમિત્રા પટેલ, મનિષા પટેલ, શારદા પટેલ, સુમિત્રાબેન વિપુલ પટેલ, ભાવના પટેલ તથા બિલીયાના યોગેશ પટેલ પત્ની મનીષા હથિયારો સાથે નિમેશ કોળી પટેલના ઘરે જઇ તમારો છોકરો અમારી છોકરીને લઇ આવેલ છે તેને સોપી દો નહી તો આજે તમારુ કાંઇ નહી રહેવા દઇએ તેમ કહી બિભત્સ ગાળો બોલી લાકડી, ડંડા તથા લોખંડની પાઇપોથી ઘરના નળીયા તથા પતરા તોડી નાખી તેમજ ઘરમાં અનાજ ભરેલી કોઠીઓ તોડી નાખી અનાજ વેરવિખેર કરી તથા તીજોરી તોડી નાખી હતી.
તેમજ કોકીલાબેન બળવંતભાઇ પટેલના ઘરમાં ઘુસી ઘરના નળીયા તોડી તથા અનાજ ભરેલ કોઠીઓ તોડી નાખી અનાજ વેરવિખેર કરી અને બોરની મોટર પાઇપ કાપીને બોરમાં નાખી દઇ બન્ને ઘરોનું અંદાજે 80 હજાર રૂપિયાનું નુકસાન કર્યુ હતું. તેમજ આજે તો બચી ગયા પણ હવે પછી આવીશુ તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી નાસી ગયા હતા. આ સંદર્ભે નિમેશકુમાર અભેસિંગ કોળીની ફરિયાદ આધારે દેવગઢ બારિયા પોલીસે છ મહિલા સહિત 11 લોકો વિરુદ્ધ રાયોટીંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.