SPને રજૂઆત:જમીન દલાલની હત્યા કેસમાં સામેલ યુવકની ધરપકડની માગ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાહોદના કૂકડા ચોક વિસ્તારમાં ભરબજારે હત્યા કરી હતી
  • વહોરા સમાજના અગ્રણીઓએ એએસપીને રજૂઆત કરી

દાહોદ શહેરના કુકડા ચોક વિસ્તારમાં શનિવારના રોજ ભર બજારમાં વ્હોરા સમાજના યુવકને ચપ્પુના ઘા વડે શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી ઘટના સ્થળ પર મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો . ત્યારે ઘટનાનો આરોપી હજી પોલીસની પકડથી દુર છે. જેને લઈ સોમવારે દાઉદી વ્હોરા સમાજ દ્વારા એએસપીને રજૂઆત કરવામા આવી હતી.

દાહોદ શહેરમાં આવેલા દેસાઈવાડા કુકડા ચોક અને પોલીસ ચોકી નંબર-1ની બાજુમાં એક વ્હોરા સમાજના યુનુસભાઈ કતવારાવાલા નામના યુવકની ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી. મુસ્તફા શેખ નામના યુવકે આ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જોકે, બે દિવસ બાદ પણ મુસ્તુફા અને તેના પિતા સાકીર શેખ બંને ફરાર છે.

આ ઘટનાને બે દિવસ થવા આવ્યા છતાં પોલીસ કોઈ પગેરુ મેળવી શકી નથી. તેવા સમયે સોમવારે બપોરે દાઉદી વ્હોરા સમાજના લોકો દ્વારા એએસપીને મળી સામૂહિક રજૂઆત કરવામા આવી હતી .

અન્ય સમાચારો પણ છે...