તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:દાહોદમાં સરકારી કચેરીના બિલ પાસ કરવા 1969માં થયેલા ઠરાવની નકલની માગણી

દાહોદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • એક વાર રજૂ થયેલું બિલ કેટલી વાર વાંધામાં પરત મોકલવામાં આવ્યું તેનો કોઇ હિસાબ નહીં
 • માર્ચ એન્ડિંગ હોવાથી બિલો પાસ કરવા તિજોરી કચેરીના આશ્ચર્યજનક વાંધા, વેન્ડરો પરેશાન

દાહોદમાં કલેક્ટર કચેરીમાં બેસતી તિજોરી કચેરીની દાદાગીરીના કારણે અન્ય સરકારી કચેરીઓ હેરાન પરેશાન થઇ રહ્યાનો ગણગણાટ જોરોશોરોથી સાંભળવા મળી રહ્યો છે. તિજોરી કચેરીના સરકારી બાબુઓ પાસે રાજ્ય સરકારની વિવિધ કચેરીઓના મંજૂર થવા આવતા બિલોને બિનજરૂરી રીતે પરત કરી ધક્કા ખવડાવતા હોવાના આક્ષેપ પણ થઇ રહ્યા છે. એક તરફ માર્ચ એન્ડિંગ ચાલી રહ્યું છે અને બીજી તરફ તિજોરી કચેરીની આવી વહીવટીશાહીના કારણે સરકારી કચેરી અને તેની સાથે જોડાયેલા વેન્ડરો હેરાનપરેશાન થઇ ગયા છે.

બે દિવસ પહેલાં દાહોદ શહેરના ગોદીરોડ ઉપર ચાલતી એક સરકારી કચેરી દ્વારા તેના નિયમોનુસારના બિલો મંજૂર થવા માટે તિજોરી કચેરીમાં મોકલવામાં આવ્યા હતાં. ત્યારે સંબંધિત બિલો માટે સંબંધિત કચેરીના ખાતા દ્વારા 1969માં થયેલા ઠરાવની નકલ સાથે રાખવાનો વાંધો કાઢ્યો હતો. આશ્ચર્યની વાતએ છે કે, આ જ પ્રકારના બિલો પ્રતિ માસ તિજોરી કચેરીને મોકલવામાં આવતા હતા, તે સમયે કોઇ જ વાંધો કઢાયો ન હતો. કેટલાંક બેફામ કર્મચારીઓ માર્ચ માસમાં અન્ય સરકારી કચેરી પાસેથી ‘અપેક્ષા’ રાખતા હોવાથી બિલો વારંવાર નામંજૂર કરતાં હોવા સાથે તિજોરી કચેરીની બિલ શાખામાં બેસતા કેટલાક કર્મચારીઓનું એકચક્રી શાસન ચાલતુ હોવાના આક્ષેપો થયાં છે. તિજોરી કચેરીમાં એક વાર રજૂ થયેલું બિલ કેટલી વાર વાંધામાં પરત મોકલાયું ? તેનો પણ હિસાબ રખાતો નથી. સરકારી કચેરીના કર્મચારીઓમાં રોષ છતાં પ્રોટોકોલને કારણે વગરકામની હેરાનગતિ વેઠી રહ્યા છે. વગરકામની હેરાનગતિ કરતાં અહીંના પણ આવા કર્મચારી શોધી કલેક્ટર વિજય ખરાડી દ્વારા તિજોરી કચેરીનું પણ શુદ્ધિકરણ જરૂરી બન્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો