કરૂણાંતિકા:મૃતક સંજયના એક વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા

દાહોદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
વલુંડીના યુવકને મોડી સાંજે લાવ્યા બાદ અંતિમવિધિ કરાઈ હતી. - Divya Bhaskar
વલુંડીના યુવકને મોડી સાંજે લાવ્યા બાદ અંતિમવિધિ કરાઈ હતી.
  • વલુંડી- ખીરખાઇના યુવકોની મોડી સાંજે અંતિમ વિધિ કરાઇ ત્યારે શોકનો માહોલ

માલપુર પાસે વિસામા વખતે ઇનોવા કારની ટક્કરે દાહોદ જિલ્લાના બે યુવકોના મોત થતાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. વલુંડી અને ખીરખાઇ ગામના યુવકોના પરિવાર ઉપર આ ઘટનાથી આભા ફાટી પડ્યુ છે. લીમખેડા તાલુકાના અંતરિયાળ વલુંડી ગામમાં રહેતો અને અકસ્માતનો ભોગ બનેલો સંજય નરેશભાઇ બિલવાળ વલુંડીથી પરમ દિવસે નીકળેલા 60 લોકોના સંઘ સાથે માતાજીના દર્શને નીકળ્યો હતો. સંજયના એક વર્ષ પહેલાં જ લગ્ન થયા છે અને તેને વસ્તારમાં એક દિકરો પણ છે.

​​​​​​​ખેતીકામ કરતા સંજયના મોતના સમાચાર આવતાં આખા ગામમાં શોકની કાલિમા ફરી વળી હતી. તેના ઘર આગળ ટોળે-ટોળા ભેગા થઇ ગયા હતાં. બપોરે સંજયનો મૃતદેહ વલુંડી લવાતાં મોડી સાંજે તેની અંતિમ વિધિ કરાઇ હતી. ખીરખાઇ ગામના દેવધા ફળિયાનો 29 વર્ષિય આપસિંગ સોના બારિયા પણ ભોગ બન્યો હોવાથી આ ગામમાં પણ શોક જોવા મળ્યો હતો. આપસિંગનો મૃતદેહ પણ બપોરના સમયે ગામમાં આવતાં તેની મોડી પણ મોડી સાંજે અંતિમ વિધિ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...