તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:દેવગઢ બારીઆમાં બાઈક સ્લીપ થતા પાછળ બેઠેલા વ્યક્તિનું મોત

દાહોદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાઈક ચાલક પૂરઝડપે બાઈક ચલાવી રહ્યો હતો મૃતકના પુત્રે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

દેવગઢ બારીયાના કાપડી વિસ્તારમાં પૂર ઝડપે ચલાવનાર બાઈક ચાલકની બાઈક સ્લીપ થઈ ગઈ હતી. જેમાં બાઈકની પાછળ બેઠેલા 41 વર્ષના વ્યક્તિનું કરૂણ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પાછળ બેઠેલાનું ઘટના સ્થળે જ મોત આ અંગે મળતી માહિતી પ્રમાણે લીમખેડા તાલુકાના ખીરખાઈ રેલ ફળિયાના રહેવાસી ઉમેશભાઈ રામસિંગભાઈ રાવત પોતાની બાઈક પર તેમના ગામના 45 વર્ષીય ગલાપ ભાઈ સળુભાઇ રાવતને બેસાડી દેવગઢબારિયા નગરના કાપડી વિસ્તારમાંથી પોતાનું વાહન પુરઝડપે હંકારી લઈ જતો હતો. આ મોટરસાયકલ અકસમાતે સ્લીપ ખાઇ જતા મોટરસાયકલની પાછળ બેઠેલા ગલાપ સળુભાઇ રાવતના માથાના તેમજ શરીરના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ઉપરોકત બનાવ સંદર્ભે મરણજનારા આલપભાઈ રાવતના પુત્ર જગદીશભાઈ રાવતે દેવગઢ બારીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દેવગઢબારિયા પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...