તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા:સાગટાળામાં પ્રેમિકાને ઘરે મુકવા જતાં પ્રેમી ઉપર લાકડીથી હુમલો કરતાં મોત

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગંભીર ઇજા પહોંચાડી ગભરાયેલા પ્રેમિકાના પિતા અને ભાઇ જ કારમાં બેસાડી દવાખાને લઇ ગયા

ફતેપુરાના સાગડાપાળામાં પ્રેમીકાને મળી પરત ઘરે મુકવા જતાં પ્રેમીકાને પિતા અને ભાઇએ લાકડીઓથી હુમલો કરતાં ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રેમિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ સંદર્ભે યુવકના પિતાએ પ્રેમિકાના પિતા અને ભાઇ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો હતો.

મારગાળાનો સંજયભાઇ રમસુભાઇ કીકલાભાઇ બારીયા સાગડાપાળાની યુવતી સાથે પ્રેમ સંબંધો હોઇ યુવતીએ તેને ફોન કરી મળવા બોલવાતાં સંજય તથા મનીષભાઇ સમસુભાઇ બારીયા ફોનના ઘરે જઇ છુ કહી મોટર સાયકલ લઇને ઘરેથી સાગડાપાળા ગયો હતો. સાગડાપાળા જઇ સંજય તેના ફોઇના છોકરા મેહુલને લઇ યુવતીના ઘર પાસે ગયા હતા. જ્યાં ઘરથી થોડે દૂર રોડ ઉપર યુવતી આવતાં ત્રણે જણા મોટર સાયકલ ઉપર બેસી થોડે દૂર ગયા હતા સંજયે પ્રેમિકા શિવાની સાથે થોડી વાર વાતચીત કરી પરત ઘરે મુકવા જતા હતા. તે દરમિયાન સાગડાપાડા ગામે પુલ પાસે આવતા શિવાનીના પિતા દિનેશભાઇ ફુલજીભાઇ ચરપોટ તથા ભાઇ શિવરાજ બન્ને જણા હાથમાં લાકડી લઇને ઉભા હતા.

શિવાનીના પિતાએ સંજયના માથામાં લાકડી મારતાં મોટર સાયકલ ઉપર સવાર સંજય, મેહુલ તથા શિવાની ત્રણેય જણા પડી ગયા હતા. ત્યાર બાદ શિવાના પિતાએ અને ભાઇએ નીચે પડેલા સંજયને લાકડીઓ વડે માર મારતાં માથામાં ગંભીર જીવલેણ ઇજાઓ થતાં ગભરાયેલા હુમલાખોર પિતા-પુત્રએ કારમાં બેસાડી દાહોદના ખાનગી દવાખાને સારવાર માટે દાખલ કરાવ્યો હતો. ઘટનાની જાણ મેહુલે સંજયના ઘરે કરતાં પરિવારજનો તાત્કાલિક દાહોદ દવાખાને પહોંચી ગયા હતા. સંજયને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. બેભાન અવસ્થામાં હતો. ત્યાર બાદ મોડી રાત્રે સંજયનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ફતેપુરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...