આરોપીને ઝડપવા માંગ:દાહોદમાં થયેલી યુવકની હત્યા સંદર્ભે દાઉદી વ્હોરા સમાજના આગેવાનોએ એએસપીને રજૂઆત કરી

દાહોદએક મહિનો પહેલા
  • બે દિવસ થવા આવ્યાં છતાં આરોપી પોલીસ પકડથી દૂર
  • વહેલી તકે આરોપીઓ ઝડપાય અને કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ

દાહોદ શહેરમાં તાજેતરમાં ભર બજારમાં એક વ્હોરા સમાજના યુવકને ચપ્પુના ઘા વડે શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી ઘટના સ્થળ પર મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. ત્યારે ઘટનાનો આરોપી હજી પોલીસની પકડથી દુર છે. જેને લઈ આજે દાઉદી વ્હોરા સમાજ દ્વારા એએસપીને રજૂઆત કરવામા આવી હતી.

દાહોદ શહેરમાં આવેલા દેસાઈવાડા કુકડા ચોક અને પોલીસ ચોકી નંબર 1 ની બાજુમાં એક વ્હોરા સમાજના યુનુસભાઈ કતવારાવાલા નામના યુવકની ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી હત્યા કરી દેવામા આવી હતી. મુસ્તફા શેખ નામના યુવકે આ હત્યા કરી હોવાનુ પોલીસ જણાવી રહી છે. જોકે, આ આરોપી અને તેના પિતા બંને હાલ ફરાર છે.

આ ઘટનાને બે દિવસ થવા આવ્યા છતાં પોલીસ કોઈ પગેરુ મેળવી શકી નથી. તેવા સમયે સોમવારે બપોરે દાઉદી વ્હોરા સમાજના લોકો દ્વારા એએસપીને મળી સામુહિક રજૂઆત કરવામા આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, આ ઘટના તમામ સમાજ અને દાહોદ શહેર માટે ગંભીર છે જેથી વહેલી તકે આરોપીઓ ઝડપાય અને કાયદેસરની કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...