દાહોદ જિલ્લામાં વિવિધ માગણી સંદર્ભે 605 ગ્રામ પંચાયતનો વહિવટ કરતાં 183 તલાટી કમ મંત્રીઓ મંગળવારથી અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર ઉતરી ગયા હતાં. ત્યારે તેમની ગેરહાજરીથી પ્રથમ દિવસે જ લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. જિલ્લાના નવે તાલુકામાં તલાટીઓ વિવિધ સ્થળે ભેગા થયા હતાં. ગરબાડામાં તો રામનાથ મહાદેવ મંદિર પર ભેગા થયેલા તલાટીઓએ સરકાર દ્વારા અપાયેલી માગણીઓનો સ્વિકાર થાય તે માટે રામધૂન બોલાવી હતી.
દાહોદ જિલ્લાના તમામ તાલુકામાં તલાટીઓ પોતાની સાથે પોતાના સિક્કા અને ચેમ્બરની ચાવીઓ પણ લઇ આવ્યા હતાં. આ ચાવીઓ અને સિક્કા પ્લાસ્ટિકની કોથળીમાં મુકીને પોતાના તલાટી મંડળના પોતાના પ્રમુખને સોંપી હતી. આ સિક્કા અને ચાવીઓ કદાચ આગામી દિવસોમાં તાલુકા વિકાસ અધિકારીને સોંપવાનો કાર્યક્રમ ઘડવામાં આવશે. તલાટીઓની હડતાળના પગલે પ્રથમ દિવસે પંચાયત કચેરીએ વિવિધ પ્રકારના દાખલા લેવા આવેલા લોકોને ધરમ ધક્કો પડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.