સન્માન:દાહોદની તબીબ બેલડીને એક્યુલર ટ્રોમા ક્ષેત્રના કાર્ય બદલ એવોર્ડ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એર માર્શલ ડો એમ એસ બોપારાયના હસ્તે એવોર્ડ અપાયો

દાહોદમાં દ્રષ્ટિ નેત્રાલયના સ્થાપક ડૉ. શ્રેયા શાહ અને ડો મેહુલ શાહ ને ઓક્યુલર ટ્રોમાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કાર્ય બદલ એર માર્શલ ડો. એમ. એસ બોપારાય એવોર્ડ મળ્યો હતો.

એર માર્શલ ડો એમ એસ બોપારાયે પોતે તેમનું સન્માન કર્યુ હતું. ઓક્યુલર ટ્રોમા સોસાયટી ઓફ ઈન્ડિયાની સ્થાપના એર માર્શલ ડૉ. એમ.એસ. બોપારાય, આર્મી ડોકટરોને ઓક્યુલર ટ્રોમાના વિસ્તાર પ્રત્યે સંવેદનશીલ બનાવવા, આંખની ઈજાથી સંબંધિત સામાન્ય ઉન્નતિ, શિક્ષણ, નિવારણ, સંચાલન અને સંશોધન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી સ્થપાયલી સંસ્થામાં દેશભરના નેત્રરોગ ચિકિત્સકોને શામેલ છે.

આ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા તબીબોના યોગદાનના સન્માનમાં એક ઓરેશન એવોર્ડનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે એક નેત્ર ચિકિત્સકને આ ક્ષેત્રમાં એવોર્ડ અપાય છે. આ વખતે દાહોદના ડૉ. શ્રેયા શાહ અને ડો મેહુલ શાહને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...