ચૂંટણી પરિણામ:દાહોદ યુવા કોંગ્રેસની ચૂંટણીના પરિણામ જાહેર, ગરબાડાના પ્રમુખ પદે અનિલ હાડા ચૂંટાયા

દાહોદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાહોદ જિલ્લા યુવક કોંગ્રેસના નવા હોદ્દેદારોની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે. જિલ્લા યુવક કોંગ્રેસની ચૂંટણીઓ આધુનિક પદ્ધતિથી કરી હતી. જેમાં એક મહિના સુધી ઓનલાઈન મતદાન કરાવ્યું હતું. એક લાંબી પ્રક્રિયા બાદ હાલમાં જ તેના પરિણામો જાહેર કરવામા આવ્યા છે. જેમાં મળેલા મત પ્રમાણે હોદ્દાની ફાળવણી કરવામાં આવી છે. તે પ્રમાણે મહત્તમ 3830 મત મેળવનાર ઝાલોદના મોટી હાંડીના સંજય નિનામાને દાહોદ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ જાહેર કરાયા છે. જ્યારે 1972 મત મેળવનાર દાહોદના નિતેશ યાદવને ઉપપ્રમુખ બનાવાયા છે.

તેઓ આ પહેલા દાહોદ વિધાનસભા યુવક કોંગ્રેસના પ્રમુખ હતા અને તેઓ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ નિકુંજ મેડાના અંગત માનવામા આવે છે. તેવી જ રીતે ગરબાડા વિધાનસભાના યુવક કોંગ્રેસ પ્રમુખ પદે 777 મત મેળવનાર ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાના અંગત અને દાહોદ તાલુકા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ રહેલા અનિલ હાડા વિજેતા જાહેર થયા છે.

અન્ય સમાચારો પણ છે...