લાઇનથી લાઇન:દાહોદના શ્રમિકોનું મતદાન બાદ રોજગારી માટે પુન: સ્થળાંતર એક જ દિવસમાં 900નું બુકિંગ, STને રૂ 12.41 લાખની આવક

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાઇનથી લાઇન રવિવારે મતદાનની સોમવારે રિઝર્વેશનની

દાહોદ જિલ્લામાં રવિવારે યોજાયેલા મતદાન માટે પરગામોમાંથી માદરે વતન આવેલી પ્રજાએ સોમવારે પુન: સ્થળાંતર શરૂ કર્યુ હતું. સોમવારે એક જ દિવસમાં એસ.ટી વિભાગ દ્વારા 12,41,611 રૂપિયાની 900થી વધુ ટિકિટનું રિઝર્વેશન થયું હતું. જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી એસ.ટી બસનું રિઝર્વેશન કરાવીને એક જ દિવસમાં 2500 લોકો સૌરાષ્ટ્ર, અમદાવાદ અને સુરત જતાં રહ્યા હતાં. દાહોદ જિલ્લામાં રોજગારના મોટા વિકલ્પ નહીં હોવાથી અહીં પ્રજા વર્ષોથી મોટા શહેરમાં સ્થળાંતર કરે છે.

રવિવારના રોજ ગ્રામ પંચાયતનું મતદાન હોવાને કારણે પરગામોમાં ગયેલા પોતાના મતદારોને ઉમેદવારોએ વતન પરત બોલાવ્યા હતાં. સહ પરિવાર લોકોએ ઘરે આવીને મતદાનની પવિત્ર ફરજ અદા કરી હતી. જોકે, દિવસ બગાડ્યા વગર તેઓ સોમવારના રોજ જ કામના સ્થળે જવા રવાના થઇ ગયા હતાં. દાહોદ, ઝાલોદ અને દેવગઢ બારિયા સાથે વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં આપેલી ફ્રેન્ચાઇસી થકી પરત જવા ઇચ્છુક લોકોએ એસ.ટી બસનું રિઝર્વેશન કરાવ્યંુ હતું. સોમવારની સાંજના છ વાગ્યા સુધી 900થી વધુ ટિકિટનું બુકિંગ થયું હતું. જેના દ્વારા એસ.ટી વિભાગને 12,41,611 રૂપિયાની આવક થઇ હતી. સ્થાળતર હજી ત્રણ દિવસ સુધી ચાલશે તેવો અંદાજ માંડવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...