ધરપકડ:દાહોદ- બારિયામાંથી દારૂ કેસમાં વોન્ટેડ રહેલ મહિલા સહિત 2 બૂટલેગરો ઝડપાયા

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને બૂટલેગરો ઘરે હોઇ વોચ ગોઠવી દર્પણ રોડ અને ટીમરવાથી પકડ્યાં

દાહોદ તાલુકા અને દેવગઢ બારિયાના સાગટાળા પોલીસ મથકમાં દારૂના ગુનામાં વોન્ટેડ મહિલા સહિત બે બૂટલેગરોને ઘરે આવ્યા હોવાની બાતમીના આધારે એલસીબીએ આયોજન બદ્ધ વોચ ગોઠવી દાહોદના દર્પણ રોડ અને દેવગઢ બારિયાના ટીમરવામાંથી તેઓના ઘરેથી ઝડપી પાડ્યા હતા. દાહોદ જિલ્લામાં લૂંટ, ધાડ તેમજ ઘરફોડ ચોરી, શરીર સંબંધી ગંભીર પ્રકારના ગુનાઓ તેમજ દારૂ અને અન્ય ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે દાહોદ એસપી હિતેશ જોયસર દ્વારા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે ડ્રાઇવની ઝૂંબેશમાં અસરકારક કામગીરી કરવા માટે એલસીબી પી.આઇ. બી.ડી.શાહને સૂચના અને માર્ગદર્શન કર્યુ હતું.

જે અનુસંધાને પીઆઇ બી.ડી.શાહ તથા પીએસઆઇ પી.એમ.મકવાણા અને એલસીબી સ્ટાફની ટીમો બનાવી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપવા એક્શન પ્લાન બનાવી પીઆઇની સૂચના મુજબ શનિવારના રોજ એલસીબી સ્ટાફની ટીમ દાહોદ શહેર તથા દેવગઢ બારિયામાં આવા આરોપીઓને ઝડપવા દાહોદ રૂરલ પોલીસ મથકે નોંધાયેલા દારૂના ગુનામાં નાસતા આરોપી દર્પણ રોડ ઉપર રહેતી બૂટલેગર મહિલા મીનાબેન નગીનભાઇ સાંસી તેમજ સાગટાળા પોલીસ મથકમાં 2019માં નોંધાયેલા દારૂના ગુનામાં નાસતો ફરતો ટીમરવા ગામનો યોગેશ બાબુ ગમાર બન્ને આરોપીઓ તેઓના ઘરે આવ્યા હોવાની બાતમી આધારે આયોજન બદ્ધ વોચ ગોઠવી બન્ને બૂટલેગરોને તેઓના ઘરેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલ મહિલા સહિત બન્ને બૂટલેગરોને સંબંધીત પોલીસ મથકને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...