સગીરાનુ શારિરીક શોષણ:દાહોદ તાલુકાની સગીરાનું ત્રણ શખ્સોએ અપહરણ કર્યુ, રાજકોટમાં ચોથા મિત્રે વારંવાર દુષ્કર્મ ગુજાર્યુ

દાહોદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

દાહોદ તાલુકાના એક ગામેથી એક યુવકના બે મિત્રો દ્વારા એક 17 વર્ષીય સગીરાનું અપહરણ કરાયુ હતુ.તેને એક અન્ય યુવક સાથે બસમાં બેસાડી રાજકોટ મુકામે લઈ જઈ એક યુવકને સોંપી દેવામા આવી હતી.આ યુવકે સગીરાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંવાઈ છે.

બે યુવકોએ સગીરાનુ તેના ગામથી બાઈક પર અપહરણ કર્યુ
ગત તા.25મી ઓગષ્ટના રોજ દાહોદ તાલુકામાં રહેતી એક 17 વર્ષીય સગીરાને દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના બોરીયાળા ગામે રહેતા શખ્સના બે મિત્રો દ્વારા સગીરાને તેના ગામમાંથી મોટરસાઈકલ પર બેસાડી અપહરણ કરી લઈ ગયાં હતાં.

ત્રીજા યુવકે રાજકોટ લઈ જઈ દર્શનને સોંપી,દર્શને અવાર નાવાર દુષ્કર્મ આચર્યુ
ત્યારબાદ દાહોદ બસ સ્ટેશનેથી અન્ય એક યુવક સાથે બસમાં બેસાડી સગીરાને રાજકોટ મુકામે લઈ ગયા હતાં. જ્યાં આ યુવકે સગીરાને અન્ય યુવકને સોંપી દેવામા આવી હતી. આ શખ્સે મરજી વિરૂધ્ધ અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું.

પીડિતાએ ભાગીને આવી આપવીતી જણાવી
દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા ઉપરોક્ત યુવકના ચંગુલમાંથી છુટી પોતાના પરિવારજનો પાસે આવી પહોંચી હતી. તેણે પોતાની સાથે બનેલી ઘટનાની જાણ પોતાના પરિવારજનોને કરતાં પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી .

છેવટે પીડિતાએ પોલીસ ફરિયાદ નોધાવી
પરિવારજનો સગીરાને લઈ દાહોદ તાલુકા પોલીસ મથકે આવ્યા હતા.દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા દ્વારા શખ્સ અને તેના ત્રણેય મિત્રો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...