તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હિન્દી દિવસ વિશેષ:દાહોદમાં 1955થી હિન્દી ભાષાના માધ્યમથી શિક્ષણની સુવાસ ફેલાવતી હિન્દી શિક્ષા સમિતિ

દાહોદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાલમંદિરથી હાઈસ્કૂલ સુધીનુ શિક્ષણ હિન્દીમાં અપાય છે અંગ્રેજી કરણના આગ્રહને કારણે હિન્દીમા શિક્ષણ લેનારા વિદ્યાર્થીઓ ઘટી ગયા

દાહોદ શહેર રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદ પર વસેલુ છે. ત્યારે દાહોદમા જ ત્રણ જિલ્લાની એક માત્ર હિન્દી હાઈસ્કૂલ આવેલી છે. આજે હિન્દી દિવસ છે ત્યારે આ સંસ્થામા આજે પણ 600 જેટલા વિદ્યાર્થીઓ હિન્દી માધ્યમ દ્વારા શિક્ષણ મેળવી રહ્યા છે.

હિન્દી ભારતની રાષ્ટ્રીય ભાષા છે, પરંતુ ભારતમા શિક્ષણના અંગ્રેજીકરણ થવાને કારણે રાષ્ટ્રીય ભાષા સાથે પ્રાદેશિક ભાષાઓ માત્ર વાતચીત પુરતી સિમિત થઈ ચુકી છે.હવે માતૃભાષા કોઈ પણ હોય પરંતુ શિક્ષણ તો અંગ્રેજીમા જ અપાવવાનો આગ્રહ રાખવામા આવે છે. તેને પરિણામે ઠેર ઠેર અંગ્રેજી શાળાઓની હાટડીઓ ખુલી ગઈ છે.

આજે 14 સપ્ટેમ્બરના રોજ દર વર્ષે હિન્દી દિવસ મનાવવામા આવે છે. ત્યારે દાહોદ, પંચમહાલ અને મહિસાગર જિલ્લામા એક માત્ર હિન્દી માધ્યમમા શિક્ષણ આપતી હિન્દી શિક્ષા સમિતિના યોગદાનને યાદ કરવુ જરુરી છે.

દાહોદમા અંગ્રેજોના સમયનુ રેલવેનુ કારખાનુ આવેલુ છે. આ કારખાના મા રોજગારી માટે હિન્દી સહિતની ભાષા ભાષી પરિવારોએ અહી હિજરત કરી હતી. તેઓને રહેવા માટેની રેલ્વે કોલોનીને પરેલ અથવા ફ્રીલેનડગંજ કહેવાય છે.

આ પરિવારોના બાળકોના શિક્ષણ માટે 1955મા હિન્દી શિક્ષા સમિતિની સ્થાપના કરવામા આવી હતી.જેના દ્વારા બાલમંદિર, પ્રાથમિક શાળા તેમજ માધ્યમિક શાળા શરુ કરવામા આવી હતી.ક્યારેક આ શૈક્ષણિક સંસ્થાઓમા 1500થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવતા હતા.ક્રમશઃ શિક્ષણમા અંગ્રેજીનો આગ્રહ વધતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. તેમ છતાં હાલમા પણ 600 જેટલા વિદ્યાર્થીઓ હિન્દી માધ્યમમા અભ્યાસ કરી રહ્યા છે.

એક સમયે હિન્દી ભાષાના પ્રચાર માટે હિન્દી પ્રચાર સમિતિ દ્વારા વિવિધ પરીક્ષાઓ લેવામા આવતી હતી. તેવી જ રીતે હિન્દી વર્ધાની પરીક્ષા પણ લેવાતી હતી. આવી પરીક્ષાઓ પાસ કરવી ઘણી સરકારી નોકરીઓમા ફરજીયાત હતી, પરંતુ તેવા નિયમો હવે દુર કરી દેવાયા છે અથવા તો હળવા કરી દેવાયા છે. ત્યારે ફાંકડુ અંગ્રેજી બોલતા ઘણા અધિકારીઓ અને નેતાઓ હિન્દી બોલતા ગેંગેં ફેંફેં થઈ જતા આપણે જોઈ રહ્યા છે. ત્યારે આપણી રાષ્ટ્ર ભાષામાં નિપુણ થવા આપણી ઈચ્છા શક્તિ જરૂરી છે. સમગ્ર માહિતી આચાર્ય પી.એસ.પટેલ અને શિક્ષક પ્રકાશ ભાઈ પરમાર દ્વારા પ્રાપ્ત થઈ છે.

અન્ય સમાચારો પણ છે...