તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દાહોદ SOGએ દારૂના 2 વોન્ટેડ આંતરરાજ્ય આરોપીને ઝડપ્યા

દાહોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાસીયાડુંગરીથી ઝડપી ધાનપુર પોલીસને સોંપ્યાં

દાહોદ એસ.ઓ.જી. ટીમે ધાનપુર પોલીસ મથકના દારૂના ગુનામાં નાસતા ફરતા આંતરરાજ્ય બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડી ધાનપુર પોલીસને સોંપ્યા હતા.

પંચમહાલ ગોધરા રેન્જ આઇ.જી.એ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા માટે દાહોદ એસ.પી. હિતેશ જોયસરને સુચન કર્યુ હતું. જેથી આવા આરોપીઓ પકડી પાડવા માટે અસરકારક કામગીરી કરવા કરેલ સુચના અને માર્ગદર્શનના આધારે ઇન્ચાર્જ પી.આઇ. એસ.ઓ.જી.ના બી.ડી.શાહે પી.એસ.આઇ. યુ.આર.ડામોર તથા સ્ટાફને જરૂરી કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન કર્યુ હતું. જેથી એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા આ દિશામાં નાસતા ફરતા, વોન્ટેડ આરોપીઓ પકડવા માટેની કામગીરીમાં નિકળ્યા હતા. ત્યારે ધાનપુર પોલીસ મથકમાં નોંધાયેલા દારૂના ગુનામાં નાસતા ફરતા મધ્યપ્રદેશના ભાભરાના ખીચડીયા ગામના રતનસીંગ ધાજી માવી તથા ચનીયા ગોપાળ નળવાયાને સોમવારના રોજ મળેલી બાતમીના આધારે ધાનપુરના વાસીયાડુંગરીથી ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા બન્ને આરોપીઓને ધાનપુર પોલીસ મથકે સોંપવામાં આવતાં પોલીસે આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...