તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર નિદ્રાંધિન:દાહોદ સેવા સદનથી કોલેજના માર્ગ પર રાત અજવાળી બની

દાહોદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સપ્તાહમાં 1.6 કિલોમીટર લાંબી સ્ટ્રીટ લાઇન નખાઇ
 • સેવા સદન-કોર્ટ પરિસરની બહાર બે હાઇમાસ્ટ ટાવર નાખ્યા

દાહોદ જિલ્લા સેવા સદનથી દાહોદ નગર સુધી સ્ટ્રીટ લાઇટ ન હોવાના કારણે કર્મચારીઓને ઓફિસ બાદ ઘરે પહોંચવામાં તકલીફ પડતી હતી. આ ઉપરાંત, સરકારી કામે જિલ્લા સેવા સદન કે જિલ્લા પંચાયત ખાતે આવનારા અરજદારોને માટે પણ મુશ્કેલીનો અનુભવ થતો હતો. આ બાબતને ધ્યાને રાખીને કલેક્ટર વિજય ખરાડીએ અંધેરા ઉલેચવા માટે જિલ્લા આયોજન કચેરી અને વીજ કંપનીને સૂચના આપવામાં આવી હતી. કલેક્ટરએ આ માટે એક ટીમ બનાવી હતી. જેમાં જિલ્લા આયોજન અધિકારી કિરણ ગેલાત, એમજીવી સીએલના તત્કાલીન કાર્યપાલક ઇજનેર સંજય વર્મા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સુનયના પાટડિયા અને દાહોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીનો તેમાં સમાવેશ થતો હતો. આ ટીમે નાણાંકીય જોગવાઇ, સ્ટ્રીટ લાઇન નંખાયા બાદ તેની સારસંભાળની વ્યવસ્થા સહિતની બાબતોમાં પડતી વહીવટી મુશ્કેલીઓ દૂર કરતા સ્ટ્રીટ લાઇટ નાખવા આડેના અંતરાયો દૂર થયા હતા. હવે, સ્ટ્રીટ લાઇટ શરૂ થઇ જતાં જિલ્લા સેવા સદનથી છેક કોલેજ સુધી અંજવાળા પથરાઇ ગયા છે.

રસ્તાની બંને તરફ 155 એલઇડી બલ્બ નખાયા
આ ઉપરાંત રોડની બન્ને બાજુએ 155 જેટલા એલઇડી બલ્બ નાખવામાં આવ્યા છે.આ એલઇડી બલ્બ 54 વોટ્સના છે. કોલેજથી સેવા સદન સુધી બન્ને બાજુએ 1.6 કિલોમિટર લાંબી લાઇન નાખી છે. જેમાં એરિયલ બંચ કેબલ નાખ્યો છે. આ માટે જિલ્લા આયોજન કચેરી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રૂ. આઠેક લાખનો ખર્ચ કર્યો છે. વિશેષ બાબત તો એ છે કે માત્ર એક જ અઠવાડિયાની અંદર જ આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો