અકસ્માત:દાહોદ RTOની કારનું ટાયર ફાટતાં રેંકડા સાથે અથડાઇ, 3નો બચાવ

દાહોદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાહોદ આરટીઓની કાર અને રેકડા વચ્ચે અકસ્માત થયો હતો. - Divya Bhaskar
દાહોદ આરટીઓની કાર અને રેકડા વચ્ચે અકસ્માત થયો હતો.
  • ગોધરાથી આવતી વખતે કાળીતળાઇ પાસે અકસ્માત

દાહોદમાં આરટીઓ તરીકે ફરજ બજાવતા વી.કે પરમાર તેમના ચાલક સાથે ઇકો કારમાં ગોધરાથી આવી રહ્યા હતાં. ત્યારે બપોરેે કાળીતળાઇ ગામે કારનું ટાયર ફાટી ગયું હતું. બેકાબૂ બનેલી કાર એક રેંકડા સાથે અથડાઇને ત્રણ પલટી ખાઇ ગઇ હતી. આ સાથે રેંકડો પણ ઉથલી ગયો હતો. એર બેગ ખુલી જતાં આરટીઓ પરમાર અને ચાલક સામાન્ય ઇજા બાદ ઉગરી ગયા હતાં. રેંકડાના ચાલકને પણ ઇજાઓ થઇ હતી. અકસ્માતની જાણ થતાં આરટીઓ કચેરીનો સ્ટાફ ઘટના સ્થળે ધસી આવ્યો હતો.ત્રણ ઘાયલોને સારવાર માટે દવાખાને ખસેડ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...