• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Dahod Residents Who Had Gone For Employment In Different Districts Of The State Returned Home, Huge Crowd Jammed At ST Bus Stand

વતનમાં દિવાળી:રાજ્યના અલગ અલગ જિલ્લામાં રોજગાર અર્થે ગયેલા દાહોદવાસીઓ વતન પરત ફર્યા, એસટી બસ સ્ટેન્ડ પર ભારે ભીડ જામી

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મધરાતે પણ સ્ટેશન રોડ પર મેળાવડો જામી રહ્યો છે,ખાનગી વાહન ચાલકોને ઘી કેળા

દાહોદ શહેરના બસ ડેપો ખાતે મુસાફરોની હાલ ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને દાહોદ જિલ્લામાં વસવાટ કરતાં ગ્રામીણ વિસ્તારના લોકો જેઓ મજુરી અર્થે જિલ્લા બહાર અન્ય જિલ્લાઓ જતાં હોય છે તેઓ પરત દિવાળી તહેવાર ઉજવવા માદરે વતન આવતાં દાહોદની એસ.ટી.બસો અને ખાનગી વાહનોમાં મુસાફરોની અવર જવર વધી છે. મુસાફરોને બસની મુસાફરીમાં સુવિધા મળી રહે તે માટે દાહોદ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં એક્સ્ટ્રા બસો પણ દોડાવવામાં આવી રહી છે.

દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના લોકો રોજી રોટી કમાવવા અને પેટનો ખાડો પુરવા મજુરી કામ અર્થે દાહોદ જિલ્લામાંથી બહાર અન્ય જિલ્લાઓ અને અન્ય રાજ્યમાં જતાં હોય છે. દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના લોકો જિલ્લામાં પોતાની જમીન, જાગીર છોડી અન્ય રાજ્યોમાં મજુરી કરવા જતાં હોય છે. આવા સમયે આખુ વર્ષે બહાર મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે ખાસ હોળી અને દિવાળી જેવા મોટા તહેવારોમાં પરપ્રાંતીય મજુરો માદરે વતન પરત આવતાં હોય છે. હાલ દિવાળીનો તહેવાર હોઈ દિવાળી તહેવાર પોતાના માદરે વતન ઉજવવા દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના લોકો દાહોદ ખાતે માદરે વતન આવી રહ્યાં છે. જેને પગલે દાહોદ શહેરના બસ સ્ટેશનમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે અને એમાંય ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકો ખરીદીના સામાનની સાથે સાથે ખાવા પીવાની ચીજવસ્તુઓ પણ સાથે લઈ વતન આવી રહ્યાં છે જેને પગલે બસો અને ખાનગી વાહનો હાઉસ ફુલ થઈ રહ્યાં છે. દિવાળી તહેવાર ટાળે દાહોદ એસ.ટી. ડેપોની આવકમાં પણ વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

દાહોદ પરત આવ્યા બાદ શ્રમિકો પોતાના ગામડાઓમાં જતા હોય છે. ત્યાં જતી સમયે ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરતા હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

દાહોદ

વતનમાં દિવાળી

રાજ્યના અલગ અલગ જિલ્લામાં રોજગાર અર્થે ગયેલા દાહોદવાસીઓ વતન પરત ફર્યા, એસટી બસ સ્ટેન્ડ પર ભારે ભીડ જામી

મધરાતે પણ સ્ટેશન રોડ પર મેળાવડો જામી રહ્યો છે,ખાનગી વાહન ચાલકોને ઘી કેળા

દાહોદ શહેરના બસ ડેપો ખાતે મુસાફરોની હાલ ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને દાહોદ જિલ્લામાં વસવાટ કરતાં ગ્રામીણ વિસ્તારના લોકો જેઓ મજુરી અર્થે જિલ્લા બહાર અન્ય જિલ્લાઓ જતાં હોય છે તેઓ પરત દિવાળી તહેવાર ઉજવવા માદરે વતન આવતાં દાહોદની એસ.ટી.બસો અને ખાનગી વાહનોમાં મુસાફરોની અવર જવર વધી છે. મુસાફરોને બસની મુસાફરીમાં સુવિધા મળી રહે તે માટે દાહોદ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં એક્સ્ટ્રા બસો પણ દોડાવવામાં આવી રહી છે.

દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના લોકો રોજી રોટી કમાવવા અને પેટનો ખાડો પુરવા મજુરી કામ અર્થે દાહોદ જિલ્લામાંથી બહાર અન્ય જિલ્લાઓ અને અન્ય રાજ્યમાં જતાં હોય છે. દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના લોકો જિલ્લામાં પોતાની જમીન, જાગીર છોડી અન્ય રાજ્યોમાં મજુરી કરવા જતાં હોય છે. આવા સમયે આખુ વર્ષે બહાર મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે ખાસ હોળી અને દિવાળી જેવા મોટા તહેવારોમાં પરપ્રાંતીય મજુરો માદરે વતન પરત આવતાં હોય છે. હાલ દિવાળીનો તહેવાર હોઈ દિવાળી તહેવાર પોતાના માદરે વતન ઉજવવા દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના લોકો દાહોદ ખાતે માદરે વતન આવી રહ્યાં છે. જેને પગલે દાહોદ શહેરના બસ સ્ટેશનમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે અને એમાંય ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના લોકો ખરીદીના સામાનની સાથે સાથે ખાવા પીવાની ચીજવસ્તુઓ પણ સાથે લઈ વતન આવી રહ્યાં છે જેને પગલે બસો અને ખાનગી વાહનો હાઉસ ફુલ થઈ રહ્યાં છે. દિવાળી તહેવાર ટાળે દાહોદ એસ.ટી. ડેપોની આવકમાં પણ વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

દાહોદ પરત આવ્યા બાદ શ્રમિકો પોતાના ગામડાઓમાં જતા હોય છે. ત્યાં જતી સમયે ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરતા હોવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...