તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શીતલહેરથી જિલ્લાવાસીઓ ધ્રૂજી ઉઠ્યાં:દાહોદમાં સોમવારે 11 સે.ગ્રે.ડિગ્રી તાપમાન નોંધાયું, શિયાળુ શાકના ભાવમાં ઘટાડો

દાહોદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
દાહોદમાં શિયાળો જામતા રાતના સમયે ઠેકઠેકાણે તાપણાં સળગતાં જોવા મળે છે. તીવ્ર ઠંડીથી બચવા લોકો સ્વેટર અને ટોપીના શરણે આવ્યા છે. - Divya Bhaskar
દાહોદમાં શિયાળો જામતા રાતના સમયે ઠેકઠેકાણે તાપણાં સળગતાં જોવા મળે છે. તીવ્ર ઠંડીથી બચવા લોકો સ્વેટર અને ટોપીના શરણે આવ્યા છે.

દાહોદ ‌શહેરમાં ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં તાપમાનનો પારો ગગડતાં લોકોએ શિયાળાનો ચમકારો અનુભવ્યો હતો.સોમવારે દાહોદ શહેરમાં હવામાં 35 % ભેજ સાથે સવારે લઘુત્તમ 11 અને બપોરે મહત્તમ 24 સે.ગ્રે.ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દાહોદમાં શનિ અને રવિવારે કડકડતી શીતલહેર સાથે પારો ગગડતાં દાહોદવાસીઓ ઠુંઠવાયા હતા. છેલ્લા બે- ત્રણ દિવસથી શહેરમાં ભરબપોરે પણ લોકોને સ્વેટર અને ટોપી પહેરીને ફરવું પડે તેવી ઠંડી છે. ઠંડીથી અસરગ્રસ્ત લોકો અસહાય બની રાતના સમયે દાહોદમાં ઠેકઠેકાણે તાપણાં સળગાવી ગરમાટો લાવતા નજરે પડે છે. છેલ્લા સપ્તાહથી શીતલહેરના લીધે શહેરમાં જનજીવન ઉપર નોંધપાત્ર અસર નોંધાઈ છે. તો શિયાળુ શાકના ભાવમાં પણ ઘટાડો થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો