પ્રમોશન:દાહોદ પોલીસમાં આનંદ છવાયો, 104 પોલીસ કર્મીને બઢતીની ભેટ, કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલને બઢતીની ભેટ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

દાહોદ પોલીસ તંત્રમાં દિવાળીનો આનંદ છવાયો છે. મુખ્ય મથકના નાયબ પોલીસ અધીક્ષક પરેશ સોલંકીએ માહિતી આપતા કહ્યું છે કે, દાહોદ જિલ્લા પોલીસમાં બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 21 પોલીસકર્મીને એ સંવર્ગમાં આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપી છે. હથિયારી સંવર્ગમાં 11 હેડ કોન્સ્ટેબલને એએસઆઇ પદે બઢતી આપી છે. આમ કુલ, 31 કર્મીને એએસઆઇનું પ્રમોશન અપાયું છે. આ ઉપરાંત, પોલીસ અધીક્ષક જોયસરે કોન્સ્ટેબલ્સને પણ ધડાધડ પ્રમોશન આપ્યા છે.

જેની વિગતો જોઇએ તો બિન હથિયારી સંવર્ગમાં ૨૩ પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ અને હથિયારી સંવર્ગમાં 11ને આ પદ ઉપર બઢતી આપી છે. આ પૂર્વે તાજેતરમાં જિલ્લા પોલીસ તંત્ર દ્વારા બઢતીનો એક રાઉન્ડ કાઢ્યો હતો. જેમાં બિન હથિયારી સંવર્ગના ૩૬ પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ બનાવવામાં આવ્યા હતા. ધનતેરસના દિવસે પણ બે કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલના પ્રમોશન અપાયા છે. 104 કર્મીને બઢતીથી નવાજ્યા છે.

અન્ય સમાચારો પણ છે...